Gujarat Rain Update: જામનગરમાં આભ ફાટ્યું, બે કલાકમાં અઢી ઇંચ વરસાદ, જાણો કયા કેટલો વરસાદ?
Gujarat Rain Update: ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ આજે સવારથી ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જામનગરના લાલપુર તાલુકામાં સવારે 8 થી 10 વાગ્યા સુધીમાં માત્ર બે કલાકમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો હતો.
ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 9 તાલુકાઓમાં 6 કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 251માંથી કુલ 91 તાલુકાઓમાં આજે વરસાદ નોંધાયો છે.
બપોર સુધીમાં સૌથી વધુ વરસાદ સુરત અને દ્વારકા પછી જામનગર જિલ્લામાં નોંધાયો હતો. આ ત્રણ જિલ્લા ઉપરાંત છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા અને પંચમહાલમાં પણ એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
દક્ષિણપશ્ચિમ ચોમાસું 2024 આગામી દિવસોમાં ગુજરાતમાં વધુ આગળ વધવાની ધારણા છે, જેમાં આગામી બે દિવસ માટે IMD દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

છોટા ઉદેપુર જિલ્લામાં ભારે પવન અને વાવાઝોડા સાથે ભારે વરસાદને કારણે વ્યાપક વીજ પુરવઠો ખોરવાયો હતો અને વૃક્ષો પડી ગયા હતા. સંખેડાના ગોલા ગામમાં બે મોટા વૃક્ષો ધરાશાયી થતા સંખેડા જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો.
બહાદરપુર અને ગોલા ગામ વચ્ચેનો માર્ગ સંપૂર્ણ બંધ થઈ ગયો હતો. જ્યાં સુધી વન વિભાગ દ્વારા પડી ગયેલા વૃક્ષને હટાવીને રસ્તો સાફ કરવામાં ન આવ્યો ત્યાં સુધી વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
બરવાળા તાલુકાના ચોકડી ગામે વીજળી પડતાં એક યુવાનનું કરૂણ મોત નીપજ્યું હતું. જામનગરના કાલાવડ તાલુકાના મૂળીલા ગામમાં પૂલ તુટી જતાં એક સ્કૂલ બસ ફસાઈ જતાં બાળકો ફસાઈ ગયા હતા. ગામના રહેવાસીઓએ ઝડપથી તેમને બચાવ્યા હતા.
અમદાવાદ એસજી હાઇવે, રાણીપ, ઘાટલોડિયા, ગોતા અને ઘુમા જેવા વિસ્તારોમાં હળવો વરસાદ શરૂ થતાં વહેલી સવારથી જ અંધકાર છવાયેલો રહ્યો હતો. સવારથી વાતાવરણમાં ધરખમ પલટો આવતાં દિવસભર ભારે વરસાદની સંભાવના છે.
25 જૂન - બનાસકાંઠા ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ હેઠળ છે, જ્યારે સાબરકાંઠા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ યલો વોર્નિંગ હેઠળ છે.
26 જૂન - અમરેલી, ગીર સોમનાથ, પંચમહાલ, વડોદરા અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદની સંભાવના માટે યલો એલર્ટ છે.
27 જૂન - નવસારી, વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલી જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
28 જૂન - ભરૂચ, નવસારી, વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલી જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
