CM ભૂપેન્દ્ર પટેલે જામનગર જિલ્લામાં વરસાદને કારણે ફસાયેલા લોકોને એર લિફ્ટ કરવા સૂચના આપી

સમગ્ર રાજ્યામાં વરસાદી માહોલ છે, ત્યારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અત્ર તત્ર સર્વત્ર પાણી ભરાયા છે. ભારે વરસાદને કારણે જામનગર જીલ્લાનું ખીમરણા ગામ બેટમાં ફેરવાયું છે.

જામનગર : સમગ્ર રાજ્યામાં વરસાદી માહોલ છે, ત્યારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અત્ર તત્ર સર્વત્ર પાણી ભરાયા છે. ભારે વરસાદને કારણે જામનગર જીલ્લાનું ખીમરણા ગામ બેટમાં ફેરવાયું છે. નદીમાં ઘોડા પુર આવતા નદીનું પાણી ગામમાં ઘૂસી ગયું છે. જે કારણે નીચાણવાળા વિસ્તારોમાં મકાનોમાં પાણી ગરકાવ થવા લાગ્યા છે. આ સાથે જામનગરથી રાજકોટ જતો હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે.

Bhupendra Patel

પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને તાત્કાલિક મદદ સહાય પહોંચાડીને સલામત સ્થળે ખસેડવા માટે સૂચના આપી

આ વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ગુજરાતના નવ નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર જિલ્લામાં વરસાદને કારણે અસર પામેલા 3 ગામોના તેમજ પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને તાત્કાલિક મદદ સહાય પહોંચાડીને સલામત સ્થળે ખસેડવા માટે સૂચના આપી હતી. આ સાથે તેમને એર લિફ્ટ કરવાની વ્યવસ્થા કરવા માટે જામનગર જિલ્લા કલેકટર સાથે વાત કરીને સૂચનાઓ આપી છે.

ભૂપેન્દ્ર પટેલ બન્યા ગુજરાતના નવા મુખ્યમંત્રી

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીના રાજીનામા બાદ મુખ્યમંત્રીની દોડમાં ઘણા નામ આગળ ચાલી રહ્યા હતા પરંતુ રવિવારના રોજ ભાજપે ચોંકાવનારો નિર્ણય લીધો હતો. જેવી રીતે ગત વખતે ચૂંટણી જીતવા પર મુખ્યમંત્રીના નામ માટે નીતિન પટેલ આગળ ચાલી રહ્યા હતા, પરંતુ પાર્ટીએ ફરી એક વાર વિજય રૂપાણી પર ભરોસો વ્યક્ત કર્યો હતો. તેવી જ રીતે આ વખતે પણ રૂપાણીની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલના નામનુ એલાન કરીને સૌને ચોંકાવી દીધા છે. રવિવારના રોજ મળેલી ધારાસભ્ય દળની બેઠકમાં સ્પષ્ટ થઈ ગયુ કે, હવે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X