Anant-Radhika Pre-Wedding: જામનગરમાં પ્રીવેડિંગની તૈયારી, લગ્નમાં થશે 1000 કરોડનો ખર્ચ
Anant-Radhika Pre-Wedding: દેશના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાશે. 1 માર્ચથી 3 માર્ચ સુધી પ્રીવેડિંગ ફંક્શન ગુજરાતના જામનગરમાં આયોજીત કરવામાં આવી રહ્યું છે.
મોટા ઉદ્યોગપતિઓથી લઈને રમતગમતના ખેલાડીઓ અને ફિલ્મ સ્ટાર્સ પણ આ ફંક્શનમાં ભાગ લેવાના છે. બિલ ગેટ્સ અને માર્ક ઝુકરબર્ગ જેવા આંતરરાષ્ટ્રીય સેલેબ્સ પણ પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપશે.

1000 કરોડનો ખર્ચ કરશે મુકેશ અંબાણી - મુકેશ અંબાણી તેમના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નમાં ભરપૂર ખર્ચ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ લગ્નમાં અંદાજે 1000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. અત્યાર સુધી મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્ન દેશના સૌથી મોંઘા લગ્ન હતા, જેમાં 700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જોકે, હવે અનંત અંબાણીના લગ્ન દેશના સૌથી મોંઘા લગ્ન હશે.
લાઈવ શોમાં ખર્ચ કરવામાં આવશે કરોડો - આ ફંકશનમાં સૌથી વધુ ખર્ચ લાઈવ શો અને લાઈટ ડેકોરેશન પર થવાનો છે. મળતી માહિતી મુજબ આ ફંક્શનમાં ઈન્ટરનેશનલ સ્ટાર રિહાન્ના અને બોલીવુડ સિંગર અરિજીત સિંહ લાઈવ શો કરવાના છે.
ઈશા અંબાણીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ - ઈશા અંબાણીના લગ્ન દેશના સૌથી મોંઘા લગ્નોમાં ટોપ પર છે. ઈશા અંબાણીએ પોતાના લગ્નમાં 90 કરોડ રૂપિયાનો લહેંગા પહેરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તે જ સમયે, સુબ્રત રોયના લગ્ન બીજા સ્થાને છે. આ સિવાય બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને અનુષ્કા શર્માના લગ્નનું કુલ બજેટ 90-95 કરોડ રૂપિયા હતું.
અનંત-રાધિકાના લગ્ન જામનગરમાં થઈ રહ્યા છે. કારણ કે, અનંત અંબાણીના દાદીનો જન્મ જામનગરમાં થયો હતો. ત્યાંથી જ ધીરુભાઈ અંબાણી અને પિતા મુકેશ અંબાણીએ તેમના બિઝનેસનો પાયો નાખ્યો હતો. આ કારણોસર અનંત-રાધિકાના લગ્નનું આયોજન જામનગરમાં જ કરવામાં આવી રહ્યું છે. અનંત અંબાણી જામનગરમાં ઉછર્યા છે અને પ્રી-વેડિંગનું ભવ્ય ફંક્શન પણ 1 થી 3 માર્ચ દરમિયાન ગુજરાતના જામનગરમાં યોજાશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
