આંધ્ર પ્રદેશની નગર નિગમની ચૂંટણીમાં વાયએસઆર કોંગ્રેસની જબરદસ્ત જીત, 90 ટકા સીટો પર વિજય
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની આગેવાનીવાળી યુવાજન શ્રમિક રાયથુ કોંગ્રેસે નગર નિગમની ચૂંટણીમાં જબરદસ્ત જીત મેળવી છે.
હૈદરાબાદઃ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની આગેવાનીવાળી યુવાજન શ્રમિક રાયથુ કોંગ્રેસે નગર નિગમની ચૂંટણીમાં જબરદસ્ત જીત મેળવી છે. નગર નિગમની ચૂંટણીના પરિણામો રવિવારે જાહેર કરવામાં આવ્યા. વાયએસઆર કોંગ્રેસે જિલ્લા પરિષદ પ્રાદેશિક ચૂંટણી ક્ષેત્ર(ZPTC)માં લગભગ 90 ટકા સીટો પર જીત મેળવી છે. વળી, મંડલ પરિષદ પ્રાદેશિક ચૂંટણી ક્ષેત્ર(MPTC)માં વાયએસઆર કોંગ્રેસે લગભગ 99 ટકા સીટો પર જબરદસ્ત જીત મેળવી છે. મે, 2019માં સત્તામાં આવ્યા પછી વાયએસઆર કોંગ્રેસ સતત વિધાનસભા, લોકસભા, નગર નિગમ,જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જબરદસ્ત જીત મેળવી રહી છે.

જિલ્લા અને મંડલ નિગમની ચૂંટણી એપ્રિલ-મેમાં યોજાઈ હતી ત્યારબાદ મતોની ગણતરી રવિવારે થઈ. આ પહેલા આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે રાજ્ય ચૂંટણી પંચને નિર્દેશ આપ્યા હતા કે તે ચૂંટણીના પરિણામોની ઘોષણા કરે. ચૂંટણીના પરિણામોની ઘોષણા માટે વિપક્ષી દળોએ અરજી દાખલ કરી હતી ત્યારબાદ કોર્ટે આ નિર્દેશ આપ્યા હતા. જિલ્લા પરિષદની 660 સીટોમાંથી 500 સીટોના પરિણામો ઘોષિત કરવામાં આવી ચૂક્યા છે. જ્યારે 10047 મંડલ પરિષદની સીટોમાંથી 8500 સીટો પર વાયએસઆર કોંગ્રેસે જીત મેળવી છે. વળી, તેલુગુ દેશમ પાર્ટી, ભાજપ, કોંગ્રેસ અને જન સેનાએ અમુક સીટો પર જીત મેળવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
