Video: યુટ્યુબર એલ્વિશ યાદવ 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં, જાણો પહેલી રાત કેવી રીતે વીતાવી જેલમાં
Elvish Yadav In Jail: બિગ બૉસ OTT વિજેતા અને YouTuber એલ્વિશ યાદવ હાલમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે. 17 માર્ચે નોઈડા પોલીસે રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના આરોપમાં એલ્વિશ યાદવની ધરપકડ કરી હતી. એલ્વિશ યાદવના ફેન્સ એટલે કે 'એલ્વિશ આર્મી' આ સમાચારથી દુઃખી છે.
એશો-આરામની જિંદગી જીવનાર એલ્વિશ યાદવે પોતાની પહેલી રાત જેલમાં કેવી રીતે વિતાવી તે અંગેનો રિપોર્ટમાં હાલમાં સામે આવ્યો છે. એલ્વિશ યાદવને ગ્રેટર નોઈડાના કાસના સ્થિત લુકસર જેલમાં રાખવામાં આવ્યો છે. એલ્વિશ યાદવે રવિવારની રાત લુકસર જેલમાં વિતાવી હતી.

રિપોર્ટ અનુસાર, એલ્વિશ યાદવને પહેલા દિવસે લુકસર જેલના ક્વોરેન્ટાઈન સેલમાં રાખવામાં આવ્યો હતો. જ્યારે પણ કોઈ નવો કેદી જેલમાં આવે છે ત્યારે તેને પ્રથમ દિવસ ક્વોરેન્ટાઈન સેલમાં રાખવામાં આવે છે જેથી કરીને અન્ય કેદીઓ સુધી કોઈ વાયરસ કે બીમારી ન પહોંચે.
જેલ અધિકારીઓના જણાવ્યા અનુસાર, એલ્વિશ યાદવ રવિવારે રાત્રે જેલમાં બરાબર ઊંઘી શક્યો ન હતો. પ્રથમ રાત્રે તે સતત ઊંઘતો-જાગતો રહ્યો. તે ક્યારેક સેલમાં ટહેલતો, તો ક્યારેક સૂતો જોવા મળ્યો છે. એલ્વિશ યાદવને પુરી, બટેટા-રીંગણનુ શાક અને હલવો આપવામાં આવ્યો હતો.
એલ્વિશ યાદવ સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 120B (ગુનાહિત કાવતરું), 284 (ઝેર સાથે સંબંધિત બેદરકારી) અને 289 (પ્રાણીઓ સાથે સંબંધિત બેદરકારી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. થયું.
આ સિવાય એલ્વિશ યાદવ પર માદક પદાર્થ નિવારણ સંબંધિત NDPS એક્ટ પણ લગાવવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એલ્વિશ યાદવે નોઈડા પોલીસની સામે ગુનો કબૂલી લીધો છે. એલ્વિશ યાદવે સ્વીકાર્યું છે કે રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવામાં આવ્યું હતું.
Elvish Yadav being taken to district jail Gautambuddh nagar after he was remanded to 14-days in judicial custody following his arrest in the snake venom case. pic.twitter.com/0zrf5gM0h1
— Piyush Rai (@Benarasiyaa) March 17, 2024
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
