યુવકને ઝાડ પર ઊંધો લટકાવી ઢોર માર મારી હત્યા કરી, જાણો કારણ
યુપીના એટામાં રુંવાટા ઉભા કરી દેતો મામલો સામે આવ્યો છે. યુપીના એટામાં એક અઠવાડિયા પહેલા ભેંસ ચોરીના આરોપમાં એક નિર્દોષ યુવકને ઢોર માર મારીને તેની હત્યા કરવામાં આવી હતી.
યુપીના એટામાં રુંવાટા ઉભા કરી દેતો મામલો સામે આવ્યો છે. યુપીના એટામાં એક અઠવાડિયા પહેલા ભેંસ ચોરીના આરોપમાં એક નિર્દોષ યુવકને ઢોર માર મારીને તેની હત્યા કરવામાં આવી હતી. યુવકને ગ્રામીણોએ ઝાડ સાથે ઊંધો લટકાવી પટ્ટા, ડંડા અને દોરડાથી ત્યાં સુધી મારતા રહ્યા, જ્યાં સુધી તે મરવાની સ્થિતિમાં ના આવ્યો. માનસિક રૂપે બીમાર આ નિર્દોષ યુવકનો વાંક ફક્ત એટલો જ હતો કે તે ઘરેથી ભટકીને એટાના નાગલા આહીર ગામમાં મોડી રાત્રે ફરતા ફરતા પહોંચી ગયો હતો.
આ પણ વાંચો: યુવકે અજીબ કારણે 100 નંબર ડાયલ કર્યો, વીડિયો વાયરલ

ઝાડ પર ઊંધો લટકાવી ઢોર માર માર્યો
ખરેખર નાગલા આહીરમાં ભેંસ ચોરીની સતત ઘટના પછી ગ્રામીણોએ તેને ચોર સમજી લીધો અને એવી તાલિબાની સજા આપી કે તેની મૌત થઇ ગઈ. યુવક પોતે ગુનેગાર નથી તેવો દાવો કરતો રહ્યો અને છોડી દેવાની આજીજી કરતો રહ્યો, પરંતુ તાલિબાની સજા આપનાર ગ્રામીણોનું હૃદય ઓગળ્યું જ નહીં. મરવાની હાલતમાં ગ્રામીણોએ યુવકને પોલીસમાં સોંપી દીધો. જ્યાં સુધી પોલીસે સવારે 5 વાગ્યે તેને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાવ્યો, તેના ત્રણ કલાકમાં ઉપચાર દરમિયાન યુવકની મૌત થઇ ગઈ.

સોશ્યિલ મીડિયા પર વીડિયો વાયરલ થયો
સોશ્યિલ મીડિયા પર યુવકની પિટાઈનો વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં કાનૂન હાથમાં લેનારાઓ સામે એટા પોલીસે 7 દિવસ સુધી કોઈ કાર્યવાહી નહીં કરી. વીડિયો વાયરલ થયા પછી પોલીસે 2 આરોપીની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલી આપ્યા છે. એટા એએસપી સંજય કુમારે જણાવ્યું કે ગ્રામીણો ઘ્વારા મળેલી ફરિયાદ પછી મામલો નોંધવામાં આવ્યો છે.

યુવકની મૌત
પોલીસે મૃતકના પરિવાર ઘ્વારા ફરિયાદ આવ્યા પછી જાંચ કરીને કાર્યવાહી કરવાની વાત કહી હતી. તેવી સ્થિતિમાં સવાલ થાય છે કે આખરે જયારે યુવકને તાલિબાની સજા આપવામાં આવી અને તેનો વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થયા પછી પણ પોલીસે ચૂપ કેમ બેઠી? કાનૂન હાથમાં લેનારાઓ સામે એક અઠવાડિયું પસાર થયા પછી પણ કાર્યવાહી કેમ નહીં કરવામાં આવી?
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
