ફડણવીસના આરોપો પર ભડક્યા નવાબ મલિક, બોલ્યા- તમારો બોમ્બ તો ફુટ્યો નહી, કાલે ફુટશે હાઇડ્રોઝન બોમ્બ
મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના આરોપો પર પ્રતિક્રિયા આપીને વળતો જવાબ આપ્યો છે. તેમણે ફડણવીસના પીસી પછી તરત જ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ફડણવીસના તમામ આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્
મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના આરોપો પર પ્રતિક્રિયા આપીને વળતો જવાબ આપ્યો છે. તેમણે ફડણવીસના પીસી પછી તરત જ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ફડણવીસના તમામ આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે 'અમે કંઈ ખોટું કર્યું નથી કે અમે અંડરવર્લ્ડના કોઈ વ્યક્તિ પાસેથી આ મિલકત ખરીદી નથી'. ફડણવીસજી, તમારા જુઠ્ઠાણાનું પોટલું બનાવવાથી સત્ય બદલાશે નહીં. નવાબ મલિકે કહ્યું કે 'ફડણવીસે બોમ્બ બ્લાસ્ટ કરવાનો દાવો કર્યો હતો, તે ફાટ્યો નથી પરંતુ આવતીકાલે 10 વાગ્યા સુધી રાહ જુઓ, હું કાલે હાઈડ્રોજન બોમ્બ વિસ્ફોટ કરીશ'.

ઉલ્લેખનિય છેકે દિવાળી બાદ મોટો બૉમ્બ ફોડવાનો દાવો કરનાર પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે નવાબ મલિક પર મોટો વાર કર્યો છે. પોતાની પ્રેસ કૉન્ફરન્સમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે, 'મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના પરિવારનો સંબંધ મુંબઈ ધમાકામાં શામેલ દાઉદ ઈબ્રાહિમના ફેમિલી સાથે છે. તેમણે દાઉદના પરિવાર પાસેથી જમીન ખરીદી હતી. એ પણ કહ્યુ કે જમીનને દાઉદના લોકો પાસેથી સસ્તામાં ખરીદવામાં આવી છે.'
સવાલ એ છે કે, 'નવાબ મલિક, તમે મુંબઈમાં બૉમ્બ વિસ્ફોટ કરનાર પાસેથી જમીન કેમ ખરીદી? એવી કઈ વાત હતી જેના કારણે મુંબઈના ગુનેગારોએ એલબીએસ રોડ પર ત્રણ એકર જમીન તમને 20 લાખ રુપિયામાં આપી દીધી? મલિકની ચાર પ્રોપર્ટીમાંથી 100 ટકા અંડરવર્લ્ડના એંગલ છે, મારી પીસે જે બધા પુરાવા છે તે સક્ષમ પ્રાધિકારીને આપીશ. હું આ બધા પુરાવા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારને પણ આપીશ જેથી તેમને પણ ખબર પડે કે તેમના મંત્રીઓએ શું ખેલ ખેલ્યા છે?'
ફડણવીસે સરદાર શાહ વલી ખાન અને મોહમ્મદ સલીમ પટેલનો ઉલ્લેખ કર્યો. વલી ખાનનો સંબંધ મુંબઈ ધમાકા સાથે છે, તેણે જ ટાઈગર મેમણની ગાડીઓમાં આરડીએક્સ અપલોડ કરાવ્યુ હતુ. જ્યારે સલીમ પટેલ હસીના પાટકરનો ડ્રાઈવર હતો. જ્યારે તે અરેસ્ટ થઈ ત્યારે પટેલની પણ ધરપકડ થઈ હતી. એ વખતે હસીનાની બધી બેનામી સંપત્તિ જપ્ત કરવામાં આવી રહી હતી તો હસીનાની ગેરકાયદે સંપત્તિને પટેલના નામ પર વેચવામાં આવતી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
