ધર્મ પરિવર્તન કરીશ, તો જ લગ્ન કરીશ, યૌન શોષણ બાદ યુવકે કર્યું દબાણ
હાલ દેશમાં ધર્મના નામે ઘણા નિર્દોષ લોકો ભોગ બની રહ્યા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. જેમાં ચર્ચાસ્પદ શ્રદ્ધા વોકર હત્યાકાંડ મામલે દેશ વ્યાપી રોષ જોવા મળી રહ્યો છે.
હાલ દેશમાં ધર્મના નામે ઘણા નિર્દોષ લોકો ભોગ બની રહ્યા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. જેમાં ચર્ચાસ્પદ શ્રદ્ધા વોકર હત્યાકાંડ મામલે દેશ વ્યાપી રોષ જોવા મળી રહ્યો છે. જે વચ્ચે કર્ણાટકમાં એક ઘટના સામે આવી છે, જેનાથી લોકોમાં રોષ ચરમ પર પહોંચ્યો છે. આ ઘટનાની વિગત એવી છે કે, એક વિધર્મી યુવકે એક છોકરીનું યૌન શોષણ કર્યું હતું. આ દરમિયાન તેના અસ્લીલ ફોટો પાડ્યા હતા.

જે બાદ તેના પર ધર્મ પરિવર્તન કરવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે. જોકે, પીડિતાએ આ અંગે પોલીસનો સંપર્ક કરતા સમગ્ર મામલો મીડિયા સમક્ષ આવ્યો હતો. આવામાં આ યુવત સામે ધર્માંતરણ વિરોધી અધિનિયમ અને પોક્સોની વિવિધ કલમો અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આ ઘટના કર્ણાટકના નાગમંગલા તાલુકાની છે. જ્યાં યુવતીના પિતાએ મુસ્લિમ યુવક વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. આ યુવતીના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે, 12-13 નવેમ્બરના રોજ તેની પુત્રી ખૂબ જ તણાવમાં હતી. જ્યારે તેમણે તેને આ અંગેનું કારણ પૂછ્યું, ત્યારે આ યુવતીએ પોતાની સાથે થયેલા અણબનાવ વિશે જણાવ્યું હતું. આ યુવતીએ તેના પિતાને જણાવ્યું કે, તેણે યુનુસ પાશા/ફયાઝ અહેમદ નામના યુવક સાથે થોડા સમય પહેલા વાત કરવાનું શરૂ કર્યું હતું. જે બાદ આરોપીએ યુવતીને સ્માર્ટ ફોન અને સિમ મોકલ્યા હતા. ત્યારબાદ તેને વીડિયો કોલ દ્વારા વાત કરવાનું કહેવાનું શરૂ કર્યું હતું. આ સાથે યુવતીએ આરોપ લગાવ્યો છે કે, મુસ્લિમ યુવકે તેના કોલ રેકોર્ડ કર્યા હતા. થોડા દિવસો બાદ તેણે યુવતીને વીડિયો કોલ પર જ તેનો પ્રાઈવેટ પાર્ટ બતાવવા માટે દબાણ કર્યું હતું.
આરોપી આટલેથી જ અટક્યો ન હતો. જે બાદ તેણે ન્યૂડ ફોટોગ્રાફ્સ દ્વારા યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. 10 નવેમ્બરના રોજ તે યુવતીની દાદીના ઘરે આવ્યો હતો. જે બાદ તેણે સાંભારમાં ઊંઘની ગોળીઓ ભેળવવાની વાત કરી હતી, જેથી તે ખાધા બાદ આખો પરિવાર સૂઈ જાય. યુવતીનો આરોપ છે કે, મુસ્લિમ યુવકે 11 નવેમ્બરના રોજ તેનું યૌન શોષણ કર્યું હતું. આ સાથે એવું વચન પણ આપ્યું હતું કે, જો તે ઈસ્લામ સ્વીકારશે, તો તે તેની સાથે લગ્ન કરશે. છોકરીના પિતાએ આરોપ લગાવ્યો છે કે, જો યુવતી આ વાતની જાણ તેના પરિવારજનોને કરશે તો આરોપીએ તેને જાનથી મારી નાખશે તેવી ધમકી પણ આપી હતી. આવી સ્થિતિમાં તે ખૂબ જ ડરી ગઈ હતી. હાલ પોલીસે કેસ નોંધીને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
