સલમાન ખાને કરી 'Kiss' અને બદલી ગઈ આ મોડેલની કિસ્મત, મળ્યો મોટો બ્રેક

હિંદી સિનેમાના સુપરસ્ટાર સલમાન ખાને જેટલા નવા ચહેરાને બોલિવુડમાં તક આપી છે તેટલી કદાચ જ બીજા કોઈએ આપી હશે. એટલા માટે અભિનેતા સલમાન ખાનને અમુક લોકો દબંગ સ્ટાર કહે છે.

હિંદી સિનેમાના સુપરસ્ટાર સલમાન ખાને જેટલા નવા ચહેરાને બોલિવુડમાં તક આપી છે તેટલી કદાચ જ બીજા કોઈએ આપી હશે. એટલા માટે અભિનેતા સલમાન ખાનને અમુક લોકો દબંગ સ્ટાર કહે છે. તો વળી કેટલાક લોકો માટે તે ગોડ ફાધર કે દિલદાર ભાઈજાન પણ છે. પરંતુ આ વખતે વાત થોડી અલગ છે કારણકે આ વખતે સલમાને કોઈને બ્રેક તો નથી આપી પરંતુ હા તેના સાથે કોઈની કિસ્મતના દરવાજા જરૂર ખોલી દીધા છે.

યોગિતા બિહાનીને મળ્યો મોટો બ્રેક

યોગિતા બિહાનીને મળ્યો મોટો બ્રેક

અમે વાત કરી રહ્યા છે યોગિતા બિહાનીની કે જે સલમાન ખાન સાથે હાલમાં ‘દસ કા દમ' ના પ્રોમોમાં જોવા મળી રહી છે. કાલ સુધી ગુમનામીના અંધકારમાં સ્ટ્રગલરની ઓળખ ધરાવતી યોગિતા બિહાની આજે ટીવી મીડિયામાં એક ચર્ચિત ચહેરો છે. સલમાન ખાન સાથે પ્રોમોમાં જબરદસ્ત એક્ટિંગ કરનારી યોગિતાને આ પ્રોમોનો જબરદસ્ત ફાયદો થયો છે. યોગિતાને ડેઈલીસોપ ક્વીન એકતા કપૂરે પોતાના નવા શો માટે સાઈન કરી છે. આ ટીવી શો નું નામ છે ‘દિલ હી તો હૈ'

એકતાએ યોગિતામાં જોયો આત્મવિશ્વાસ

એકતાએ યોગિતામાં જોયો આત્મવિશ્વાસ

એકતાએ યોગિતાને શોમાં તક એટલા માટે આપી કે તેને સલમાન ખાન સાથે એક મિનિટનો સ્ક્રીન શો કરનારી યોગિતામાં જબરદસ્ત આત્મવિશ્વાસ દેખાયો. એકતાએ કહ્યુ કે જે છોકરીને પોતાની બાજુમાં ઉભેલા સુપરસ્ટારથી કોઈ ફરક ના પડતો હોય તેમાં જરૂર કંઈક વાત હશે અને આ કારણે જ યોગિતાને બાલાજી પ્રોડક્શન સાથે કામ કરવાની તક મળી છે.

સલમાનની 'Kiss' એ ચમકાવી યોગિતાની કિસ્મત

સલમાનની 'Kiss' એ ચમકાવી યોગિતાની કિસ્મત

યોગિતાને આ અંગે પૂછતા તેણે કહ્યુ કે હું બહુ જ ખુશ છું. હું શૂટિંગની તૈયારી કરી રહી છુ. આશા રાખુ છુ કે લોકોને મારુ કામ પસંદ આવશે. તમને જણાવી દઈએ કે ‘દસ કા દમ' ના પ્રોમોમાં સલમાન ખાન એક ક્વીઝ શો રમી રહ્યા છે. જેમાં તે યોગિતાને પૂછે છે કે કેટલા ટકા છોકરાઓ, છોકરીઓને પ્રભાવિત કરવા માટે અંગ્રેજીમાં વાતો કરે છે. જેના પર યોગિતા થોડીક વાર વિચાર્યા પછી જવાબ આપે છે કે 60 ટકા, કે જે સાચો જવાબ હોય છે. ત્યારબાદ સલમાન ખાન યોગિતાને ચેક અને પ્રેમભરી ‘પપ્પી' આપે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X