ડેન્ગ્યૂ નાથવામાં નિષ્ફળ ગયેલા 17 જિલ્લા સામે એક્શન લેશે યોગી સરકાર
ઉત્તર પ્રદેશમાં રાજધાની લખનઉ સહિત કેટલાય જિલ્લામાં ડેન્ગ્યૂનો કહેર ફેલાયેલો છે. સરકાર સાથે જોડાયેલા સૂત્રો મુજબ લખનઉ સહિત રાજ્યના 17 જિલ્લાઓએ ડેન્ગ્યૂ મામલાના સમાધાન માટે કેસ-આધારિત ગતિવિધિઓમાં ખરાબ પ્રદર્શન કર્યું છે. હવે સરકારે આ જિલ્લા વિરુદ્ધ સખ્ત વલણ અપનાવવાનો નિર્ણય લીધો છે.

કેસ આધારિત ગતિવિધિ એક સંક્રમિત વ્યક્તિથી તેના પરિવારના સભ્યો સહિત અન્ય લોકોમાં ડેન્ગ્યૂના પ્રસારને નિયંત્રિત કરવાની ચાવી છે, અને તેને આદર્શ રૂપે 48 કલાકમાં પૂર્ણ કરી દેવી જોઈએ. આ દ્રષ્ટિકોણમાં એન્ટી-લાર્વિસાઈડ્સનો ઉપયોગ કરવો, સ્પ્રે ફૉગિંગ કરવું અને અન્ય રોગી ના નિવાસ આસપાસ તાવ આવતો હોય તેવા વ્યક્તિઓની તપાસ કરવી વગેરે સામેલ છે.
એડિશનલ ડાયરેક્ટર (મલેરિયા) વિભાગ તરફથી જાહેર કરાયેલા એક પત્ર મુજબ, આ જિલ્લા કેસ-આધારિત ગતિવિધિઓ માટે નિર્ધારિત સમયસીમામાં પૂર્ણ નથી કરી રહ્યા. આ પત્ર 17 જિલ્લાના મુખ્ય ચિકિત્સા અધિકારીઓને મોકલવામાં આવ્યો છે, જેમાં બરેલી, લખનઉ, ગૌતબુદ્ધનગર, મેરઠ, રામપુર, બદાયૂં, કન્નૌજ, ગાઝિયાબાદ, કાનપુર, અલીગઢ, જૌનપુર, ગોરખપુર, ફિરોજાબાદ, બારાબંકી, અયોધ્યા, મુરાદાબાદ અને બુલંદશહર સામેલ છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં ડેન્ગ્યૂના 16500 મામલા સામે આવ્યા છે, જેમાંથી 9નાં મોત થયાં છે, જેમાં લખનઉમાં 1600થી વધુ ડેન્ગ્યૂના મામલા અને એક મોત સામેલ છે. અધિકારીઓએ કહ્યું કે પ્રત્યેક નવા ડેન્ગ્યૂ મામલાના જવાબમાં લાર્વા, અથવા તાવ વાળા વ્યક્તિઓની ઉપસ્થિતિનો પતો લગાવવા માટે રોગીના ઘરની આસપાસના ઓછામા ઓછા 50 અને 100 ઘરની તપાસ કરવી જોઈએ.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
