યોગી સરકાર હવે ગ્રામસભામાં શુગર અને બીપી ટેસ્ટ કરાવશે ફ્રી, જાણો કારણો
ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે નિર્ણય લીધો છે કે હવે યુપીના ગામડાઓમાં આરોગ્ય શિબિરોનું આયોજન કરીને શુગર (ડાયાબિટીસ) અને બીપી (બ્લડપ્રેશર)ની મફત તપાસ કરવામાં આવશે. તેની શરૂઆત 2 ઓક્ટોબરે ગાંધી જયંતિના અવસરે આયુષ્માન સભાના કાર્યક્રમો દ્વારા કરવામાં આવશે.

સરકાર સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે ગાંધી જયંતિના અવસર પર દરેક ગ્રામ પંચાયતમાં આયુષ્માન સભાનું આયોજન કરવામાં આવશે. તેના દ્વારા આયોજિત કેમ્પમાં ગ્રામજનોની સુગર અને બીપીની તપાસ કરવામાં આવશે. જરૂરિયાતમંદ લોકો આ કેમ્પમાં આવીને પોતાની તપાસ કરાવી શકે છે. આ માટે તેઓએ પૈસા ચૂકવવા પડશે નહીં.
અધિકારીઓનું કહેવું છે કે પોતાના બાળકોને સમયસર રસીકરણ કરાવવાની સાથોસાથ ટીબી અને કેન્સર જેવી બીમારીથી પીડિત લોકોનું સ્ક્રીનિંગ પણ કરાશે અને આ કેમ્પમાં આવવા માટે જાગરુકતા અભિયાન પણ ચલાવવામાં આવશે.
2 ઓક્ટોબરે ગામડાઓમાં યોજાનાર શિબિરમાં આવવા માટે ગામડાઓમાં પ્રભાતફેરી પણ કાઢવામાં આવશે અને લોકોને તેના ફાયદા વિશે જણાવવામાં આવશે. આ પ્રસંગે માત્ર તૈયાર આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવશે અને લોકોને તેના વિશે વધુ માહિતી આપવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
