યોગી સરકાર જાહેર સ્થળોએ ડિફિબ્રિલેટર લગાવશે, હૃદય સંબંધી સમસ્યાઓના દર્દીઓને મદદ મળશે
ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર રાજ્યમાં સતત લોકોના સ્વાસ્થ્ય પર કામ કરી રહી છે. લોકોનું સારૂ સ્વાસ્થ્ય રાજ્યના વિકાસમાં મોટુ યોગદાન આપે છે ત્યારે યોગી સરકાર એક પછી એક મોટા સુધારા કરી રહી છે. હવે રાજ્ય સરકારે હૃદયના દર્દીઓ માટે મોટુ પગલુ ભર્યુ છે.
હાર્ટ એટેક એક ગંભીર રોગ છે પરંતુ દર્દીને સમયમસર સારવાર મળે તો તેનું મોત અટકાવી શકાય છે. આ જ કારણે ઉત્તર પ્રદેશમાં સરકારી ઈમારતો અને મોલ સહિતની જાહેર ઈમારતોમાં ઓટોમેટિક એક્સટર્નલ ડિફિબ્રિલેટર અથવા શોક મશીનો લગાવવાની જાહેરાત કરી છે. જેથી દર્દીને જરૂરી પ્રાથમિક સારવાર આપી શકાય.

રાજ્યમાં 1 ઓગસ્ટથી લાગુ થવા જઈ રહેલી રાજ્ય સરકારની નવી પહેલ આરોગ્ય માળખા અને સુવિધાઓને સુધારવા માટે ચાલી રહેલા પ્રયાસોનો એકભાગ છે. મુખ્ય સચિવે આ માટે અંતિમ મંજૂરી આપી દીધી છે અને લોક ભવન, ઈન્દ્ર ભવન, શક્તિ ભવન અને એનેક્સીમાં ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર્સની સ્થાપના શરૂ કરાશે.
ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર એટલે કે શોક મશીન હૃદયને ઝડપી આંચકો આપવા માટે દર્દી પર મૂકવામાં આવે છે. તેનાથી હૃદય તેની ગતિએ ધબકવાનું શરૂ કરે છે અને દર્દીને નજીકની હોસ્પિટલમાં લઈ જવા જેટલો સમય મળી જાય છે.
આને દર્દીના હૃદયની નજીક બે જગ્યાએ લગાવીને ઇલેક્ટ્રિક શોકથી દર્દીને પ્રાથમિક સારવાર અપાય છે. આ તબીબી હસ્તક્ષેપ CPR કરતાં વધુ અસરકારક છે અને એટેક દરમિયાન છાતી પર મેન્યુઅલી લગાવવામાં આવે છે. બીજી તરફ સચિવાલયમાં તમામ ઇમારતોના સંચાલકોને મશીન ચલાવવા અને ઉપયોગ કરવા માટે તાલીમ આપવામાં આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
