યુપીમાં પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર યોગી સરકાર ફોકસ કરશે
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે યુપીમાં વીજળીના માળખાંને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ પ્રગતિ કરી રહી છે. ભારત સરકાર દ્વારા સંચાલિત રિવૈમ્પ ડિસ્ટ્રીબ્યૂશન સેક્ટર સ્કીમ અંતર્ગત 65000 કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓના પ્રસ્તાવો ઓક્ટોબરમાં મંજૂરી માટે નિર્ધારિત કરવામાં આવ્યા છે.

અધિકારીઓનું માનીએ તો તેમાં 60 ટકા રકમ કેન્દ્ર સરકાર ઉઠાવશે જ્યારે બાકીની 40 ટકા રકમ રાજ્ય સરકાર ઉઠાવશે. એક વખત પ્રોજેક્ટ પૂર્ણ થઇ ગયા બાદ તે રાજ્યની વીજળી પ્રણાલીને સંપૂર્ણ પ્રકારે પુનર્ગઠિત કરી દેશે, જેનાથી ગ્રાહકોની કોઈપણ અવરોધ વિના વીજળી મળતી રહે તે સુનિશ્ચિત થશે.
યોગી સરકાર 2021-22થી 2025-26 સુધી વ્યાપક પાયે આરડીએસએસ લાગૂ કરી રહી છે. લક્ષ્ય 2024-25 સુધી વિતરણ ઘટ 12-15 ટકા સુધી ઘટાડવાનો છે.
યોજના અંતર્ગત રાજ્યમાં વિજળી વ્યવસ્થાના આધુનિકરણ માટે 65,457.20 કરોડ રૂપિયાના કાર્યોનો પ્રસ્તાવ ઓક્ટોબર 2023માં મંજૂરી માટે મોકલી દેવાશે. આ રકમમાંથી 39,274.32 કરોડ રૂપિયાનો ખર્ચો કેન્દ્ર સરકાર ઉઠાવશે.
પ્રમુખ યોજનાઓમાં 1175 નવા 33ય11 કેવી સબ-સ્ટેશનોનું નિર્માણ, 2002 કાર્યરત 33ય11 કેવી સબસ્ટેશનની ક્ષમતા વધારવી, 22000 કિમી નવી 33 કેવી લાઈનની સ્થાપના, 1,15,704 વિતરણ ટ્રાન્સફોર્મર, લગભગ 44000 કિમી સામેલ છે. 11 કેવી લાઈન, લગભઘ 57000 કિમી એલટી લાઈનો અને 151576 વિતરણ ટ્રાન્સફોર્મરની ક્ષમતામાં વધારો. તે ઉપરાંત શહેરી ક્ષેત્રોમાં 17 સ્કાડા એન્ડ ડીએમએસનું કાર્ય સમ્પાદિત કરવામાં આવશે.
ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડના અધ્યક્ષ ડૉ આશીષ કુમાર ગોયલ સક્રિય રૂપે આ કેમ્પેઈનની પ્રગતિની દેખરેખ રાખી રહ્યા છે અને તમામ પ્રોજેક્ટના અમલીકરણમાં સમયબદ્ધતા અને ગુણવત્તાના મહત્વ પર ભાર મૂકી રહ્યા છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
