YEIDA: પીએમ મોદીના 'સેમીકંડક્ટર મિશન' પર યુપી સરકારનુ ફોકસ, જાણો ઈડા પર કેમ ટકી છે નજર
દેશમાં નાના એકમોને પ્રોત્સાહન આપવા માટે મોદીએ 2021માં 'સેમીકન્ડક્ટર મિશન' શરૂ કર્યુ હતુ. આ મિશન પર ધ્યાન કેન્દ્રિત કરીને, યમુના એક્સપ્રેસવે ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (YEIDA) એ પગલાં લીધાં છે.

YEIDA Arunveer Singh: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવામાં મુખ્યમંત્રી યોગીની ઉત્તર પ્રદેશ મહત્વની ભૂમિકા ભજવશે. દેશમાં નાના એકમોને પ્રોત્સાહન આપવા માટે મોદીએ 2021માં 'સેમીકન્ડક્ટર મિશન' શરૂ કર્યુ હતુ. આ મિશન પર ધ્યાન કેન્દ્રિત કરીને, યમુના એક્સપ્રેસવે ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (YEIDA) એ પગલાં લીધાં છે. ઑથોરિટીના અધિકારીઓ મુજબ ભારત હાઈ-ટેક પ્રોડક્શન સેમીકન્ડક્ટર મિશનની શરૂઆત પછી દેશને હાઈ-ટેક ઉત્પાદન માટે વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરવામાં ઈડા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
મોદીના વિઝનને મૂર્ત સ્વરુપ આપશે સીએમ યોગી
મોદીના વિઝન મુજબ સીએમ યોગીએ પણ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના પ્રયાસો શરૂ કર્યા છે. તાજેતરમાં, યુપીની રાજધાની લખનઉમાં આયોજિત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં, સીએમ યોગીએ સેમીકન્ડક્ટર મિશન સાથે જોડાયેલા ખેલાડીઓને આગળ આવવા અને નોઇડામાં રોકાણ કરવાની અપીલ કરી હતી. યોગીના ઈરાદાને અનુરૂપ, યુપી સરકારે હવે નોઈડાના સેક્ટર 10માં સેમીકન્ડક્ટર અને ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનુ હબ બનાવવા માટે જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છે.
નોઈડામાં ટૂંક સમયમાં બનશે સેમી કંડક્ટર હબ
Yamuna Expressway Industrial Development Authority (YEIDA)ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અરુણવીર સિંહે કહ્યુ કે જો અધિકારીઓની વાત માનીએ તો નોઈડામાં 700 એકરમાં સેમીકન્ડક્ટર હબનો વિકાસ કરવામાં આવશે. દાવા મુજબ, આ ક્ષેત્રમાં એક લાખ કરોડના રોકાણની સંભાવના છે અને તેનાથી લગભગ 65 હજાર લોકોને રોજગાર મળશે. તેમનું કહેવું છે કે સેમિકન્ડક્ટર માટે દુનિયા હજુ પણ સંપૂર્ણપણે ચીન અને તાઈવાન પર નિર્ભર છે. એક વખત તેનુ હબ નોઈડામાં બની જશે તો પછી તેમને આકરી સ્પર્ધાનો સામનો કરવો પડશે.
મુંબઈના રોડ શોમાં સીએમ યોગીએ કર્યો હતો સેમી કંડક્ટર મિશનનો ઉલ્લેખ
સેમીકન્ડક્ટર મિશનનુ મહત્વ એ વાત પરથી જાણી શકાય છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મુંબઈની મુલાકાત દરમિયાન કહ્યુ હતુ કે તેઓ યુપીમાં સેમીકન્ડક્ટર યુનિટ સ્થાપવા માંગે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સીએમ યોગીએ કહ્યુ કે, 'દેશનું 45 ટકા મોબાઈલ ઉત્પાદન ઉત્તર પ્રદેશમાં થાય છે. આ સિવાય મોબાઈલ મેન્યુફેક્ચરિંગનું 50 ટકા કામ પણ યુપીમાં જ થાય છે. દેશનું પ્રથમ મેન્યુફેક્ચરિંગ યુનિટ યુપીમાં જ ખોલવામાં આવ્યુ હતુ. જો આપણે ITMS (ઉત્પાદન પ્રણાલી માટે માહિતી તકનીક)માં આગળ વધવા માંગીએ છીએ, તો અમને સેમીકન્ડક્ટર હબની જરૂર છે અને તમે જોશો કે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ દરમિયાન, આપણે યુપીમાં સેમીકન્ડક્ટર યુનિટ તરફ આગળ વધી શકીશુ.'
ઘણી કંપનીઓએ ઈડા પાસે માંગી જમીન
યુપી સરકાર અને સીએમ યોગીની ઈચ્છાને ત્યારે પાણી મળ્યું જ્યારે એક કંપનીએ સેમીકન્ડક્ટર હબ બનાવવા માટે યમુના એક્સપ્રેસવે ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી પાસેથી 100 એકર જમીનની માંગણી કરી. અગાઉ, હિરાનંદાની ગ્રુપને યુપીમાં પ્રથમ ડેટા સેન્ટર સ્થાપવા માટે નોલેજ પાર્ક પાંચમાં 20 એકર જમીન ફાળવવામાં આવી હતી. આ કંપનીએ IDA ને સેમીકન્ડક્ટર મિશનના ક્ષેત્રમાં રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરતો પત્ર પણ લખ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગ્રુપ સીઈઓ દર્શન હિરાનંદાનીએ કહ્યુ કે ટૂંક સમયમાં અમે સેમિકન્ડક્ટર મિશન હેઠળ રોકાણ માટે ભારત સરકારને અમારી વિનંતી સબમિટ કરીશું. અમારું જૂથ યુપીમાં પહેલાથી જ સફળતાપૂર્વક ડેટા સેન્ટર ચલાવી રહ્યુ છે.
પીએમ મોદીએ 2021માં આપી હતી સેમી કંડક્ટર મિશનને લીલી ઝંડી
હકીકતમાં, 2021 માં, પીએમ મોદીની કેબિનેટે સેમિકન્ડક્ટર બનાવવા માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI સ્કીમ) ને મંજૂરી આપી હતી. કેન્દ્ર સરકારના દાવા મુજબ 6 વર્ષમાં આ પ્રોજેક્ટ પર લગભગ 76000 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. આ અભિયાન 'ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન'ના નામથી ચલાવવામાં આવી રહ્યું છે. મુખ્યત્વે, સેમિકન્ડક્ટરનો સમાવેશ તમામ પ્રકારના ઈલેક્ટ્રોનિક્સ સામાનમાં વપરાતા મુખ્ય ભાગોમાં થાય છે. નિષ્ણાતોના મતે જ્યારે સમગ્ર વિશ્વ સેમિકન્ડક્ટરની અછતની સમસ્યાનો સામનો કરી રહ્યું છે, ત્યારે પીએમ મોદી PLI યોજના હેઠળ ભારતને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની તૈયારી કરી રહ્યા છે, અને મુખ્યમંત્રી યોગીની યુપી આમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
