'જ્યાં સુધી એક લાખ યુવાનો 5 બાળકો પેદા કરવાની શપથ ન લે આમરણ અનશન નહિ તોડું'
'જ્યાં સુધી એક લાખ યુવાનો 5 બાળકો પેદા કરવાની શપથ ન લે આમરણ અનશન નહિ તોડું'
નવી દિલ્હીઃ વધતી જનસંખ્યા દેશની સૌથી મોટી સમસ્યાઓમાની એક છે. જનસંખ્યા નિયંત્રણને લઈ સરકારી અને બિન સરકારી સ્તર પર લોકોને જાગરુક કરાવવા માટે કેટલીય વાર અભિયાન ચલાવવામાં આવે છે. જો કે આ અભિયાનો છતાં જનસંખ્યામાં કોઈ પ્રકારનો ઘટાડો જોવા નથી મળતો. હવે ગાઝિયાબાદના એક સંતે જનસંખ્યાન લઈ એક અલગ જ પ્રકારની માંગણી ઉઠાવી દીધી છે. ગાઝિયાબાદના ડાસના વિસ્તારમાં સ્થિત શિવ શક્તિ ધામ મંદિરના મહંત સ્વામી યતિ નરસિંહાનંદ સરસ્વતી આમરણ અનશન પર બેસી ગયા છે. નરસિંહાનંદની માંગ છે કે જ્યાં સુધી એક લાખ યુવાઓ તેમની પાસે આવી પાંચ બાળકો પેદા કરવાની શપથ ન લે ત્યાં સુધી આમરણ અનશન ચાલુ રાખશે.

નરસિંહાનંદની આ માંગનું કારણ શું છે
તમને ભલે સ્વામી યતિ નરસિંહાનંદ સરસ્વતીની આ માંગ અજી લાગે, પરંતુ આની પાછળ એક મોટું કારણ છે. નરસિંહાનંદ સરસ્વતી અગાઉ પણ જનસંખ્યા નિયંત્રણ કાયદાની માંગને લઈ આમરણ અનશન પર બેસી ચૂક્યા છે. તેમણે મંદિરના પટાંગણમાં જનસંખ્યા નિયંત્રણ કાયદાની માંગને લઈ લાંબા સમયનું અનશન કર્યું હતું. જો કે તેમની માંગણીને લઈ સરકાર તરફથી કોઈ સુનાવણી ન થઈ અને તેમણે પોતાનું અનશન તોડવું પડ્યું હતું. હવે નરસિંહાનંદ સરસ્વતીએ એક નવી રીતે જનસંખ્યા નિયંત્રણ કરાવવા માટે વિરોધ સ્વરૂપે આ માંગણી ઉઠાવી છે. નરસિંહાનંદ સરસ્વતીએ ઘોષણા કરી કે તેમના આમરણ અનશન ત્યાં સુધી ચાલુ રહેશે, જ્યાં સુધી એક લાખ યુવા મંદિરમાં આવી પાંચ બાળકો પેદા કરવાની શપથ ન લે.

વધુમાં વધુ બાળકો પેદા કરે યુવાઓ
નરસિંહાનંદ સરસ્વતીએ આ મામલે કહ્યું કે દેશમાં જો આજે કોઈ હિંદુ હિતની વાત કરે છે તો તેને અપમાનિત કરવામાં આવે છે, અલગ અલગ રીતે પરેશાન કરવામાં આવે છે. બિહારની બેગૂસરાય સીટથી લોકસભા સાંસદ ગિરિરાજ સિંહ તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. તેમણે જ્યારે જ્યારે જનસંખ્યા નિયંત્રણની વાત કહી છે ત્યારે ત્યારે તેમનો વિરોધ કરવામાં આવ્યો. અમે લોકો પાછલા કેટલાય વર્ષોથી સરકાર પાસેથી માંગણી કરી રહ્યા છીએ કે તેઓ જનસંખ્યા નિયંત્રણને લઈ એક કડક કાનૂન લાવે, પરંતુ સરકાર આ મુદ્દે ગંભીર નથી. હવે હું ફરી એકવાર આમરણ અનશન કરી રહ્યો છું પરંતુ આ વખતે મારી માંગણી સરકાર પાસે નથી. આ વખતે મારી માંગણી યુવાઓથી છે કે તેઓ વધુમાં વધુ બાળકો પેદા કરે. જ્યાં સુધી યુવાઓ મારી સામે આવી આ મંદિરમાં પ્રણ નહિ લે, ત્યાં સુધી હું અનશન નહિ તોડું.

કોણ છે યતિ નરસિંહાનંદ સરસ્વતી
સ્વામી યતિ નરસિંહાનંદ સરસ્વતી ગાઝિયાબાદના ડાસના વિસ્તારમાં સ્થિત શિવ શક્તિ ધામ મંદિરના મહંત છે. નરસિંહાનંદ સરસ્વતી અગાઉ પણ કેટલીયવાર પોતાના નિવેદનોને લઈ વિવાદમાં આવી ચૂક્યા છે. હાલમાં જ નથૂરામ ગોડ્સેને લઈ ઉઠેલ વિવાદ વચ્ચે તેમણે ફેસબુક પર પોસ્ટ નાખતા લખ્યું હતું કે ધર્મની રક્ષા માટે ખુશીથી પોતાના પ્રાણ આપનાર અમર બલિદાની પંડિત નથુરામ ગોડસજીને તેમની જયંતિ પર કોટી કોટી નમન. આવા અનેક વિવાદિત નિવેદનો તેઓ આપી ચૂક્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
