નમસ્તે નમો, કેમ છો ગુજરાત: જિનપિંગ ગુજરાત પ્રવાસની તસવીરો
ગાંધીનગર: બપોરે 2.40 વાગે ચીનના રાષ્ટ્રપતિનું વિમાન અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યું. એરપોર્ટ પર શાનદાર સ્વાગત બાદ રાષ્ટ્રપતિનો કાફલો હોટલ હયાત પહોંચ્યો. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્સાહભેર નેતૃત્વ સંભાળ્યું.
અહીંયા કરાર પર હસ્તાક્ષર થયા અને અહીં ખાસ પ્રકારે લગાવવામાં આવેલા ચિત્ર પ્રદર્શની સાથે વડાપ્રધાને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગને રૂબરૂ કરાવ્યા. હોટલ હયાતમાં કાર્યક્રમ પુર્ણ કર્યા બાદ ચીની રાષ્ટ્રપતિ સાંજે લગભગ 5 સાબરમતી આશ્રમ પહોંચ્યા.
સાબરમતી આશ્રમમાં નરેન્દ્ર મોદી પહેલાંથી ઉભા પગે જિનપિંગની રાહ જોઇ રહ્યાં હતા. અને ત્યાં જિનપિંગ પહોંચ્યા ગાંધી જેકેટ પહેરીને. આશ્રમમાં ફેરવતાં પહેલાં નરેન્દ્ર મોદીએ જિનપિંગને ખાદીની માળા પહેરાવી. અને પછી આશ્રમમાં લઇ ગયા. દુભાષિયાના માધ્યમથી આત્મીયતા સાથે નરેન્દ્ર મોદી સતત જિનપિંગને ગાંધી આશ્રમની કહાણી સંભળાવી રહ્યાં હતા.
જિનપિંગે મહાત્મા ગાંધીના ફોટા પર સુતરની માળા ચઢાવી. નરેન્દ્ર મોદીએ જિનપિંગને આશ્રમના દરેક રૂમ વિશે માહિતી આપી રહ્યાં હતા. જિનપિંગે ચરખો પણ ચલાવ્યો. નરેન્દ્ર મોદીએ જિનપિંગને ભેટ પણ આપી. આ ભેટ દાંડી યાત્રાનો ફોટો હતો.
સાબરમતી આશ્રમમાંથી નિકળતાં પહેલાં જ્યારે ફોટા પડાવવાનો દૌર ચાલી રહ્યો હતો ત્યારે કેમેરાની ફ્રેમથી દૂર થવા માટે નરેન્દ્ર મોદી સિક્યોરિટી ગાર્ડને કહ્યું. લગભગ અડધો કલાક સુધી ચીની રાષ્ટ્રપતિ સાબરમતી આશ્રમમાં હતા. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રિવરફ્રંટ પહોંચ્યા અને સાબરમતીના કિનારે ભારતમાં પ્રથમ સાંજનો આનંદ માણ્યો.
સાબરમતી રિવરફ્રંટની મુલાકાત કરાવવા માટે નરેન્દ્ર મોદી જિનપિંગની સાથે પહોંચ્યા. નરેન્દ્ર મોદી આવ્યા તે પહેલાં શી જિનપિંગની પત્ની ત્યાં હાજર હતી. નરેન્દ્ર મોદી પોતે રિવરફ્રંટ પર જિનપિંગ સાથે ફરીને તેમને ગુજરાતની સંસ્કૃતિ સાથે રૂબરૂ કરાવી રહ્યાં હતા.
ભારતમાં ચીની રાષ્ટ્રપતિની પ્રથમ સાંજે શાનદાર બનાવવા માટે સાબરમતીના કિનારે દરેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. ચીની રાષ્ટ્રપતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે હિંચકાનો આનંદ માણ્યો. ભારતની સંસ્કૃતિ વિશે જણાવતાં નરેન્દ્ર મોદીએ એક વડાપ્રધાન કરતાં એક મિત્ર, એક ગાઇડના રૂપમાં ભૂમિકા ભજવતાં નજર આવી રહ્યાં હતા. રિવરફ્રંડ પર હાજર દરેક વસ્તુ વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીની રાષ્ટ્રપતિને બતાવતાં જોવા મળ્યા. જિનપિંગ પણ મોદીની મેજબાનીથી ગદગદ દેખાઇ રહ્યાં હતા.
રિવરફ્રંટ પર ગુજરાતના પર્યટનની ઝલક પણ જોવા મળી રહી હતી અને સાંજનો શાનદાર નજારો પણ. ચીની રાષ્ટ્રપતિ ક્યારેય છતરી ફેરવી ખુશ દેખાઇ રહ્યાં હતા તો ક્યારેય પત્ની સાથે હિંચકા અને ખાટલા બેસીને. કલાકારોની ટોળીના એક સભ્યએ પેંગ લિયુઆનને ભેટમાં કડુ પહેરાવ્યું.
ચીની રાષ્ટ્રપતિના પહોંચતાં પહેલાં રિવરફ્રંટ પર મોદીની મેજબાનીથી ખુશ ચીની રાષ્ટ્રપતિની પત્ની પોતાને પારંપારિક સંગીતની ધૂન પર તાલ આપતાં રોકી શકી નહી. લગભગ એક કલાક સુધી મોદી પોતાના મિત્ર સાથે ફરતાં રહ્યાં અને ડિનર માટે સાથે લઇ ગયા અને આ પ્રકારે ભારતમાં ચીની રાષ્ટ્રપતિની પ્રથમ સાંજ શાનદાર અને યાદગાર બની ગઇ.

ચીનની ફર્સ્ટ લેડી
નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પત્નીને ફૂલોનો ગુલદસ્તો આપી સ્વાગત કર્યું હતું.

શી જિનપિંગનું સ્વાગત
નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ફૂલોનો ગુલદસ્તો આપી સ્વાગત કર્યું હતું.

મુખ્યમંત્રી દ્રારા સ્વાગત
ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ફૂલોનો ગુલદસ્તો આપી સ્વાગત કર્યું હતું.

નમસ્તે
આનંદીબેન પટેલે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે બે હાથ જોડીને ચીનના રાષ્ટ્રપતિને આવકાર્યા હતા.

ગાઇડ બન્યા મોદી
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને બૌદ્ધ વારસાથી માહિતગાર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી.

ચરખારૂપી ભેટ
સાબરમતી આશ્રમની મુલાકાત દરમિયાન ચરખો ભેટ આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી.

ભેટ સ્વરૂપે દાંડી યાત્રાનો ફોટો
નરેન્દ્ર મોદીએ જિનપિંગને ભેટ પણ આપી. આ ભેટ દાંડી યાત્રાનો ફોટો હતો.

આશ્રમ વિશે માહિતી આપતાં મોદી
જિનપિંગે મહાત્મા ગાંધીના ફોટા પર સુતરની માળા ચઢાવી. નરેન્દ્ર મોદીએ જિનપિંગને આશ્રમના દરેક રૂમ વિશે માહિતી આપી રહ્યાં હતા. ભાષિયાના માધ્યમથી આત્મીયતા સાથે નરેન્દ્ર મોદી સતત જિનપિંગને ગાંધી આશ્રમની કહાણી સંભળાવી રહ્યાં હતા.

સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન
ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રિવરફ્રંટ પહોંચ્યા. જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

સાંસ્કૃતિક કાર્યક્રમ
સાબરમતી રિવરફ્રંટના કિનારે સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ માણતાં શી જિનપિંગ, તેમની પત્ની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી.

સાબરમતીના કિનારે શી જિનપિંગ
સાબરમતી રિવરફ્રંટની મુલાકાત કરાવવા માટે નરેન્દ્ર મોદી જિનપિંગની સાથે પહોંચ્યા. નરેન્દ્ર મોદી આવ્યા તે પહેલાં શી જિનપિંગની પત્ની ત્યાં હાજર હતી. નરેન્દ્ર મોદી પોતે રિવરફ્રંટ પર જિનપિંગ સાથે ફરીને તેમને ગુજરાતની સંસ્કૃતિ સાથે રૂબરૂ કરાવી રહ્યાં હતા.

છત્રી સાથે શી જિનપિંગ
નરેન્દ્ર મોદીએ શી જિનપિંગને છત્રી આપી ગુજરાતી રંગમાં રંગી દિધા હતા.

લોકનૃત્ય
લોકનૃત્યનો આનંદ ઉઠાવતાં શી જિનપિંગ પણ છત્રી સાથે ઝૂમી ઉઠયા હતા.

લોકનૃત્ય
લોકનૃત્યનો આનંદ ઉઠાવતાં શી જિનપિંગ પણ છત્રી સાથે ઝૂમી ઉઠયા હતા.

પત્નીને કડુ પહેરાવતાં જિનપિંગ
રિવરફ્રંટ ખાતે કલાકારોની ટોળીના એક સભ્યએ પેંગ લિયુઆનને ભેટમાં આપવામાં આવેલું કડું પહેરાવતાં શી જિનપિંગ.

પત્નીને કડુ પહેરાવતાં જિનપિંગ
રિવરફ્રંટ ખાતે કલાકારોની ટોળીના એક સભ્યએ પેંગ લિયુઆનને ભેટમાં આપવામાં આવેલું કડું પહેરાવતાં શી જિનપિંગ.

સંખેડાના હિંચકે ઝૂલ્યા
રિવરફ્રંટ ખાતે સંખેડાનો હિંચકો મુકવામાં આવ્યો હતો, હિંચકા પર બેસવા માટે આગ્રહ કરી રહેલા નરેન્દ્ર મોદી.

હિંચેકે ઝૂલ્યા પેંગ લિયુઆન
રિવરફ્રંટ ખાતે સંખેડાનો હિંચકો મુકવામાં આવ્યો હતો,પેંગ લિયુઆનને હિંચકે ઝૂલીને આનંદ માણ્યો હતો.

હિંચકે ઝૂલ્યા ચીની દંપતિ
રિવરફ્રંટ ખાતે સંખેડાનો હિંચકો મુકવામાં આવ્યો હતો, જેમાં હિંચકે ઝૂલીને રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને તેમની પત્ની ખુશખુશાલ થઇ ગયા હતા.

ચાલો આપણે પણ થોડો આરામ કરી લઇએ
રિવરફ્રંટ ખાતે સંખેડાનો હિંચકો મુકવામાં આવ્યો હતો,જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જિનપિંગે બેસીને વાતચીત કરી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
