Wrestlers Protest : એમની ફરિયાદ અવગણી શકાય નહીં - ભાજપના સાંસદ
Wrestlers Protest: દેશમાં હાલ મહિલા પહેલવાનો દ્વારા જાતીય સતામણી થવાને કારણે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પહેલવાનોને જ્યાં દેશને દરેક ખુણામાંથી સમર્થન મળી રહ્યા છે.
આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના મહિલા સાંસદ પણ પહેલવાનોના સમર્થનમાં આગળ આવી છે. દિવંગત ભાજપ નેતા ગોપીનાથ મુંડેની પુત્રી અને સાંસદ પ્રીતમ મુંડેએ પહેલવાનો માટે ચિંતા વ્યક્ત કરી છે.

મહારાષ્ટ્રના બીજેપી સાંસદ પ્રિતમ મુંડેએ વિરોધ કરી રહેલી મહિલા કુસ્તીબાજોના સમર્થનમાં બહાર આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તેમની ફરિયાદો પર તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ. જ્યારે પણ કોઈ મહિલા આવી ગંભીર ફરિયાદ કરે છે, ત્યારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.
મહારાષ્ટ્રના બીજેપી સાંસદ પ્રિતમ મુંડેએ જણાવ્યું હતું કે, સંબંધિત અધિકારીઓએ આ બાબતે તલસ્પર્શી તપાસ કરવી જોઈએ. હું એ વાત સાથે પણ સંમત છું કે, કોઈપણ કાર્યવાહી તપાસ પછી જ થવી જોઈએ, પરંતુ મહત્વની બાબત એ છે કે, તમે ફરિયાદોને અવગણી શકો નહીં. પ્રીતમ મુંડે રાજ્યના પહેલા બીજેપી સાંસદ છે, જેમણે આ કુસ્તીબાજોને સમર્થન આપ્યું છે.
પ્રીતમ મુંડેએ જણાવ્યું હતું કે, આ મામલાની હવે આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવી રહી છે. હવે જો હું તપાસ સમિતિની માંગણી કરું તો તે પબ્લિસિટી સ્ટંટ હશે. મને આશા છે કે, આ મામલે કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ અત્યારે કુસ્તીબાજોને વિશ્વાસમાં લેવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે, બુધવારના રોજ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ ટ્વિટર પર બ્રિજભૂષણ સિંહ સામે પગલાં લેવા કેન્દ્રને વિનંતી કરી હતી. ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા પત્રમાં રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે, આ પત્રનો હેતુ વડાપ્રધાનનું ધ્યાન એક મહત્વપૂર્ણ બાબત તરફ દોરવા માટે હતો. તમે એક પ્રધાન સેવક છો, અમે તમને આ બાબત પર ધ્યાન આપવા વિનંતી કરીએ છીએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
