Wrestlers Protest : પહેલવાનો સાથે સરકારની દાદાગીરી, પોલીસે બળ પ્રયોગ કરીને અટકાયત કરી
એક તરફ મોદી સરકાર લોકશાહીના નામે નવા સંસદ ભવનના ઉદ્ઘાટન કરી રહી છે તો બીજી તરફ સરકાર માટે મેડલ જીતનારા દેશના ખેલાડીઓને ન્યાય માટે રસ્તા પર રઝળવુ પડી રહ્યુ છે. જંતર મંતર પર પ્રદર્શન કરી રહેલા પહેલવાનોએ સંસદ તરફ કુચ કરતા પોલીસે બળપ્રયોગ કરીને એટકાયત કરી હતી.
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે પહેલવાનો લડી લેવાના મૂડમાં છે ત્યારે હવે પોલીસ પણ દાદાગીરી પર ઉતરી આવી છે. જંતર-મંતરથી નવા સંસદ ભવન તરફ કૂચ કરી રહેલા પહેલવાનો અને પોલીસ વચ્ચે અથડામણ જોવા મળી હતી.

બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે ચાલી રહેલા ધરણા બાદ પહેલવાનોના સમર્થનમાં પહેલવાનો ખાપ પંચાયતોએ નવા સંસદ ભવન સામે જ મહિલા સન્માન પંચાયત બોલાવી છે. આ પંચાયત માટે પહેલવાનો સમર્થકો સાથે જંતર-મંતરથી કૂચ કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસ અને પહેલવાનો વચ્ચે ઘર્ષણ થયુ હતું.
ત્રિરંગા સાથે નવા સંસદ ભવન તરફ જઈ રહેલા પહેલવાનો પોલીસે લગાવેલા બેરિકેડ વટાવીને આગળ વધ્યા હતા. અહીં ઘર્ષણ દરમિયાન ફોગાટ બહેનો જમીન પર પડી ગઈ હતી. પોલીસે અહીંથી જ સાક્ષી મલિક સાથે બજરંગ પુનિયા અને વિનેશ ફોગટની અટકાયત કરી છે.
VIDEO | "All others (farmers) have been stopped (by the police). We will sit here for now and decide what to do next," says farmer leader Rakesh Tikait after being stopped at Ghazipur border. pic.twitter.com/w5D6dwgEHk
— Press Trust of India (@PTI_News) May 28, 2023
પોલીસ સાથે ઘર્ષણ બાદ સાક્ષી મલિકે કહ્યું કે, અમે શાંતિપૂર્ણ રીતે કૂચ કરી રહ્યા હતા પરંતુ પોલીસે બળપૂર્વક અમને ખેંચ્યા. બીજી તરફ ગાઝીપુર બોર્ડર પર ખેડૂત નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હોવાના અહેવાલ છે.
આ મુદ્દે વાત કરતા પહેલવાનોનું સમર્થન કરી રહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, અન્ય તમામને રોકી દેવામાં આવ્યા છે. અમે અહીં જ બેસીને આગળ શું કરવું તે નક્કી કરીશું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
