કેદારનાથ મંદિરમાં 11 સપ્ટેમ્બરથી વિવિધત પૂજા શરૂ થશે

ઉલ્લેખનીય છે કે 16 અને 17 જૂનના રોજ ભગવાન કેદારનાથના ધામમાં વાદળ ફાટવાથી મહાપ્રલયની સ્થિતિ સર્જાઈ હતી જેમાં ભગવાનનું પરમ ધામ ખંડેર બની ગયું હતું અને ભૂસ્ખલનના લીધે અનેક માર્ગો નામશેષ બન્યા હતા. આ દુર્ધટનામાં અનેક ભક્તોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ભુસ્ખલનના લીધે સર્જાયેલી પરિસ્થિતિના કારણે કેદારનાથને જોડતા માર્ગો હજુ પણ તૂટેલા છે.
જો કે આવી સ્થિતિ વચ્ચે પણ આસ્થાના પરમ ધામ કેદારનાથમાં મહાદેવની પુનઃ પૂજા શરૂ કરવાની તૈયારીઓ તેના અંતિમ પડાઓમાં છે. પૂરતી સુવિધાઓનો વિકાસ ન થઈ શક્યો હોવાથી કેદારનાથમાં અત્યારે તો માત્ર 30 સાધુઓ કેદારનાથની પૂજા શરૂ કરશે.
જોકે કેદારનાથની યાત્રા ક્યારે શરૂ થશે તે અંગે કોઈ અનુમાન જાહેર કરવામાં આવ્યું નથી. મંદિર સમિતિના જણાવ્યા મુજબ 11 સપ્ટેમ્બરે ઉખીમઠથી હેલિકોપ્ટર મારફતે કેદારનાથની ર્મૂતિને લાવીને મૂળ સ્થાને ફરી પ્રસ્થાપિત કરવામાં આવશે અને સવારે સાત વાગે હિંદુ ધર્મના પવિત્ર સર્વાર્થસિદ્ધિ અમળત યોગમાં પૂર્ણ ર્ધામિક વિધિવિધાન સાથે ભગવાનની પૂજા શરૂ કરવામાં આવશે.
આ અંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રી વિજય બહુગુણાએ જણાવ્યું હતું કે લોકોની આસ્થા ટકાવી રાખવા ભગવાનની પૂજા શરૂ કરી દેવાશે. શંકરાચાર્યજી નજીકના સમયમાં 90 વર્ષના થઈ રહ્યા છે ત્યાં સુધી પ્રશાસન તમામ માળખાકીય સુવિધાઓ વિકસાવી કેદારનાથની યાત્રા શરૂ કરી શંકરાચાર્ય તેમના જન્મ દિવસની ભેટ આપવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
