Women's T20 World Cup 2023 : વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની 6 વિકેટે જીત, દીપ્તિ શર્માના નામે નવો રેકોર્ડ
દીપ્તિ શર્માએ મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ વિકેટ લઈને દીપ્તિ ટી-20માં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારી બોલર બની ગઈ છે.
નવી દિલ્હી : મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન યથાવત છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય મહિલા ટીમે T20 વર્લ્ડ કપમાં બીજી જીત નોંધાવી છે. પાકિસ્તાન બાદ ભારતે વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટે હરાવી જીતનો સિલસિલો ચાલુ યથાવત રાખ્યો છે. ઈંગ્લેન્ડ સામે મેચમાં હાર બાદ વેસ્ટ ઈન્ડિઝને ટુર્નામેન્ટમાં વધુ એક હારનો સામનો કરવો પડ્યો છે. ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌરે 33 રન અને રિચા ઘોષે અણનમ 44 રનની ઇનિંગ રમી.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમે છ વિકેટ ગુમાવીને 118 રન બનાવ્યા હતા. ભારત તરફથી દીપ્તિ શર્માએ ચાર ઓવરમાં 15 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. આ સાથે દીપ્તિ શર્માએ મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ વિકેટ લઈને દીપ્તિ ટી-20માં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારી બોલર બની ગઈ છે. અહીં તમને જણાવી દઈએ કે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝની અનીસા મોહમ્મદના નામે છે અને તેને 125 વિકેટ લીધી છે.
119 રનના ટાર્ગેટ માટે મેદાનમાં ઉતરેલી ભારતની ટીમને શેફાલી વર્માએ પહેલી જ ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકારીને સારી શરૂઆત અપાવી હતી. 32ના સ્કોર પર ભારતને પહેલો ફટકો સ્મૃતિ મંધાનાના રૂપમાં લાગ્યો. મંધાનાને વિકેટકીપર રશદા વિલિયમ્સે સ્ટમ્પ આઉટ કરી હતી. મંધાના સાત બોલમાં 10 રન રમીને આઉટ થઈ ગઈ હતી.
પાકિસ્તાન સામે શાનદાર અડધી સદી ફટકારીને ટીમને જીત અપાવનારી જેમિમા રોડ્રિગ્સ આ મેચમાં કંઈ ખાસ કરી શકી નહીં. હેલી મેથ્યુઝે જેમિમા રોડ્રિગ્સને તેના જ બોલ પર કેચ આઉટ કરી પેવેલિયન પરત મોકલી હતી. જેમિમા એક રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. ત્યારબાદ શેફાલી 23 બોલમાં 28 રનની ઈનિંગ રમીને આઉટ થઈ ગઈ હતી.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
