Video: પ્રેમિકાને લઈને ભાગવા પર ઊંધો લટકાવી જાનવરોની જેમ પીટાઈ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં મોરલ પોલીસનો એક એવો મામલો સામે આવ્યો છે જેને જાણીને તમારી કંપારી છૂટી જશે.
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં મોરલ પોલીસનો એક એવો મામલો સામે આવ્યો છે જેને જાણીને તમારી કંપારી છૂટી જશે. અહીં એક છોકરીને ભગાડવા પર આરોપીને ઊંધો લટકાવીને ખુબ જ ખરાબ રીતે મારવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ ત્યારપછી તેને મરઘો બનાવીને તેની દંડાથી પીટાઈ કરવામાં આવી. જણાવવામાં આવી રહ્યું છે કે યુવક એક યુવતીને પ્રેમ કરતો હતો અને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. યુવતીનો પરિવાર આ સંબંધ માટે તૈયાર ના હતો. બંનેએ કોઈને પણ કહ્યા વિના કોર્ટમાં લગ્ન કરી લીધા હતા.

થોડા દિવસ પહેલા જ યુવક છોકરીને લઈને ભાગ્યો હતો ત્યારપછી યુવતીના પરિવારે તે યુવકનું અપહરણ કરી તેની ખુબ જ ખરાબ રીતે પીટાઈ કરી. આ દરમિયાન કોઈએ આખી ઘટનાનો વીડિયો બનાવી લીધો. આ વીડિયો વાયરલ થયા પછી પોલીસ કેસ નોંધીને આરોપીઓની શોધ કરી રહી છે. જયારે યુવતીનો પરિવાર ફરાર થયો છે તેવું જણાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: Video: નશામાં ધૂત બાપે ત્રણ વર્ષના માસૂમને રીક્ષા પર પછાડ્યો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર જમ્મુ કાશ્મીર ઉચ્ચ ન્યાયાલયમાં લગ્ન કરાવ્યા પછી પોતાની પત્ની સાથે લાપતા થયેલા એક વ્યકતિને હાલમાં જ સામે આવેલા બે વીડિયોમાં મહિલાના સંબંધીઓ પ્રતાડિત કરતા જોવા મળી રહ્યા છે. કઠુઆ વરિષ્ઠ પોલીસ અધિક્ષક શ્રીધર પાટીલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને આ વીડિયો ધ્યાનમાં લીધો છે. તેમને યુવકની શોધ કરવા અને આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવા માટે વિશેષ ટીમનું ગઠન પણ કર્યું છે.












Click it and Unblock the Notifications
