Video: મસ્તી-મજાક કરવી ભારે પડી, મુંબઈમાં ત્રીજા માળેથી પડી જતા મહિલાનુ મોત, એક માંડ-માંડ બચ્યો
Mumbai Viral Video: ક્યારેક મજાક-મસ્તી જીવન પર કેટલુ ભારે પડી શકે છે, તેનું નવીનતમ ઉદાહરણ મહારાષ્ટ્રમાંથી સામે આવ્યું છે. મુંબઈ નજીક ડોમ્બિવલીમાં ત્રણ માળની ઈમારત પરથી પડી જવાથી એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિનો જીવ માંડ-માંડ બચી ગયો હતો.
ડોમ્બિવલીના કલ્યાણ શીલ રોડ પર ગ્લોબ સ્ટેટ બિલ્ડિંગના ત્રીજા માળે મિત્રો સાથે મજાક કરતી વખતે મહિલા ત્રીજા માળેથી નીચે પડી હતી. આ દરમિયાન અન્ય એક વ્યક્તિ નીચે પડતાં બચી ગયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે મહિલા અને તેના કેટલાક સાથીઓ બાલ્કનીની દિવાલ પાસે ઉભા છે. અને ત્યાં અચાનક હલચલ થાય છે અને મહિલા પળવારમાં નીચે પડી જાય છે, જ્યારે ત્યાં ઉભેલા અન્ય લોકોની સતર્કતાથી સામેની વ્યક્તિનો જીવ બચી ગયો હતો.
મૃતક મહિલાની ઓળખ નગીના દેવી મંજીરામ તરીકે થઈ હતી, જેને તેના પરિચિતો ગુડિયા દેવી તરીકે ઓળખતા હતા, જે બિલ્ડિંગમાં ચોકીદાર તરીકે કામ કરતી હતી. તેમના પરિવારમાં એક પુત્ર અને એક પુત્રી છે, જે તેમના આકસ્મિક મૃત્યુથી આઘાતમાં છે.
महाराष्ट्र : डोंबिवली में दोस्तों के साथ मजाक करते समय एक महिला की तीसरी मंजिल से गिरकर मौत हो गई. घटना CCTV कैमरे में कैद हो गई. #Maharashtra | #CCTV pic.twitter.com/YcKH9GRT70
— NDTV India (@ndtvindia) July 17, 2024
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
