ચમત્કાર! મોતના બે કલાક બાદ ફરીથી જીવતી થઈ મહિલા અને બોલી - 'બેટા, અજ્જુ મને પણ ચા પીવડાવ'
રાજસ્થાનના જોધપુરમાં કોઈને માન્યામાં ન આવે એવો ચમત્કાર જોવા મળ્યો છે.
જોધપુરઃ રાજસ્થાનના જોધપુરમાં કોઈને માન્યામાં ન આવે એવો ચમત્કાર જોવા મળ્યો છે. જે મહિલાને ઘરવાળા મૃત માની ચૂક્યા હતા અને તેના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી હતી તે અચાનક જીવતી થઈ ગઈ. પોતાની આંખો ખોલી અને બોલી - 'બેટા, અજ્જુ મને પણ ચા પીવડાવ'. જોધપુર શહેરના દધિમતી નગરમાં જ્યાં એક પરિવારની વૃદ્ધ મહિલા અચલેશ્વર દેવીના શરીરમાં પરિવારે જ્યારે કોઈ હલચલ ન જોઈ તો તેમને મૃત માની લેવામાં આવ્યા અને પરિવારજનોને સૂચિત કરીને બોલાવી લીધા. બધા સવાર થવાની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન બે કલાક બાદ વૃદ્ધ મહિલાએ આંખો ખોલી અને પોતાના દીકરાને કહ્યુ અજ્જૂ મને ચા પીવડાવ.

આ સાંભળીને આખો પરિવાર દંગ રહી ગયો. બધા તેની પાસે ગયા. તેમણે આંખો ખોલી અને ફરીથી બંધ કરી દીધી પરંતુ શ્વાસ ચાલી રહ્યા હતા અને નાડી ચાલવા લાગી. પરંતુ કુદરતનો આ કરિશ્મા બસ થોડી વાર માટે જ થયો. ફરીથી શ્વાસ ચાલુ થયા બાદ પરિવારજનો જેવી મહિલાને લઈને હોસ્પિટલ પહોંચ્યા ત્યાં જ તેમનુ મોત થઈ ગયુ અને તપાસ બાદ ડૉક્ટરોએ અચલેશ્વર દેવીને મૃત ઘોષિત કરી દીધા. નિરાશ પરિવારજનો તેમને ઘરે પાછા લાવ્યા અને બાદમાં અંતિમ સંસ્કાર કર્યા. દીકરા હેમંતે જણાવ્યુ કે માને બે દિવસ પહેલા એટેક આવ્યો હતો પરંતુ ધીમે ધીમે તેમની તબિયતમાં સુધારો થઈ ગયો હતો.
બુધવારે સવારે 4.00 વાગે તે ઉઠ્યા અને શૌચ ગયા. ત્યારબાદ પાછા આવીને પલંગ પર આડા પડ્યા. પરિવારા સભ્યો જાગતા હતા. થોડી વાર પછી દીકરા હેમંતે આવીને માને ઝંઝોળી તો શરીર ઠંડુ પડી ચૂક્યુહતુ. શ્વાસ ચાલતા નહોતા અને નાડી પણ બંધ થઈ ગઈ હતી. ત્યારબાદ હેમંતે તરત નજીકના પોતાના સંબંધીઓને સૂચના આપી. બધાએ માને મૃત માનીને પલંગ પરથી ઉતારી દીધા. લગભગ 6 વાગે અચાનક હેમંતની માએ આંખો ખોલી અને બોલ્યા કે અજ્જુ ચા પીવડાવ પરંતુ હોસ્પિટલ લઈ ગયા બાદ ડૉક્ટરે તેમને મૃત ઘોષિત કરી દીધા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
