Winter Update 2024 : ઠંડીની શરૂઆત ક્યારે થશે? જાણો શું કહ્યું હવામાન વિભાગે?
Weather Updates : ચોમાસાની વિદાય બાદ ભારે ગરમી વચ્ચે શિયાળાની રાહ જોવાઈ રહી છે. હવે હવામાન વિભાગે ઠંડીને લઈને મહત્વના સમાચાર આપ્ચા છે.
સામાન્ય રીતે નવેમ્બર મહિનાની શરૂઆતથી વાતાવરણમાં પરિવર્તન શરૂ થઈ જાય છે અને ગરમીમાં ઘટાડો જોવા મળે છે. જો કે આ વખતે ફુલગુલાબી ઠંડી માટે વધારે રાહ જોવી પડી શકે છે.

હવામાન વિભાગનું માનીએ તો આ વખતે નવેમ્બર મહિનામાં ઠંડી પડવાની ઓછી સંભાવના છે. આ વર્ષે ઓક્ટોબર મહિનો ભારતમાં 1901 પછી સૌથી ગરમ રહ્યો છે. સરેરાશ તાપમાન સામાન્ય કરતા 1.23 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું છે.
હવામાન વિભાગ અનુસાર, નવેમ્બરમાં પણ હવામાન ગરમ રહેશે. ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ મીડિયાને જણાવ્યુ કે, બંગાળની ખાડીમાં કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન હોવાને કારણે અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાને કારણે હવામાન ઠંડુ નથી થઈ રહ્યું. આ જ કારણે નવેમ્બરની શરૂઆત પછી પણ હવામાન ગરમ છે.
તેમણે જણાવ્યું કે, ઓક્ટોબરમાં સરેરાશ તાપમાન 26.92 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આ તાપમાન 1901 પછી દેશમાં સૌથી ગરમ છે. સામાન્ય તાપમાન 25.69 ડિગ્રી સેલ્સિયસ હોય છે. સમગ્ર દેશના સામાન્ય તાપમાન 20.01 ડિગ્રી સેલ્સિયસની સરખામણીમાં લઘુત્તમ તાપમાન પણ 21.85 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
ઠંડીની શરૂઆત વિશે વાત કરતા તેમણે કહ્યું કે, આગામી બે સપ્તાહ સુધી તાપમાનમાં કોઈ ખાસ ઘટાડો નહીં થાય. ઉત્તર-પશ્ચિમ મેદાનોમાં ઓછામાં ઓછા આગામી બે અઠવાડિયા સુધી તાપમાન સામાન્ય કરતા 2 થી 5 ડિગ્રી વધુ રહેશે. આ પછી ધીમે ધીમે તાપમાન ઘટવા લાગશે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
