શું રાજસ્થાનના યોગી 'અલવર સાંસદ બાબા બાલકનાથ' બનશે સીએમ?
આજે રાજસ્થાન, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. ભાજપ રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં જીત નોંધાવી રહી છે, જ્યારે કોંગ્રેસ એકમાત્ર તેલંગાણામાં પકડ બનાવી શકી છે. ત્યારે રાજસ્થાનમાં ભાજપના મુખ્યમંત્રી પદનો ચહેરો કોણ હશે તેને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે.

જે નામોની ચર્ચા થઇ રહી છે તેમાં બાબા બાલકનાથ પણ સામેલ છે. બાબા બાલકનાથ રાજસ્થાનની અલવર સીટથી તાત્કાલિન સાંસદ છે અને તેઓ તિજારા વિધાનસભા બેઠક પરથી રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 લડ્યા.
બાબા બાલકનાથ તિજારા બેઠક પરથી કોંગ્રેસના ઈમરાન ખાન સામે જંગી માર્જિનથી આગળ છે.
39 વર્ષીય બાબા બાલકનાથને ભાજપે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 માટે ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા હતા, અને ભાજપે મુખ્યમંત્રી તરીકે વસુંધરા રાજેનું નામ ઠુકરાવ્યા બાદ મુખ્યમંત્રી બનવાની રેસમાં લેવાઈ રહેલા ભાગ્યશાળી લોકોની યાદીમાં બાબા બાલકનાથનું નામ પણ ચર્ચાઇ રહ્યું છે.
જો બાલકનાથ ખરેખર મુખ્યપ્રધાન બનશે તો તેઓ યોગી આદિત્યનાથ પછી ટોચનું સ્થાન મેળવનાર બીજા 'યોગી' હશે.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના ભાગરૂપે બાલકનાથ માટે પ્રચાર કર્યો અને બાબા બાલકનાથની "તિજારા એ સિતારા" બનાવવાની અને તેનું ભવિષ્ય ઉજ્જવળ કરવાની ક્ષમતામાં વિશ્વાસ વ્યક્ત કર્યો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
