શાહરુખને મળી ધમકી, ‘ઓડિશામાં પગ મૂક્યો તો શાહીથી તારુ મોઢુ કરીશુ કાળુ'
હિંદી સિનેમાના કિંગ ખાન શાહરુખ ખાનને ખુલ્લેઆમ ધમકી મળી છે કે જો તે ઓડિશામાં પગ મૂકશે તો તેમની સાથે એ વ્યવહાર થશે જેની કલ્પના તેમણે કયારેય નહિ કરી હોય.
હિંદી સિનેમાના કિંગ ખાન શાહરુખ ખાનને ખુલ્લેઆમ ધમકી મળી છે કે જો તે ઓડિશામાં પગ મૂકશે તો તેમની સાથે એ વ્યવહાર થશે જેની કલ્પના તેમણે કયારેય નહિ કરી હોય. અહીંની કલિંગ સેના નામના સ્થાનિક સંગઠને કહ્યુ છે કે જો તે આગામી સપ્તાહે અહીં યોજાનાર વર્લ્ડ કપ હૉકી પ્રોગ્રામમાં આવશે તો તેમને કાળા વાવટા બતાવવામાં આવશે અને તેમના મોઢા પર શાહી ફેંકવામાં આવશે.

‘ઓડિશામાં પગ મૂક્યો તો પરિણામ આવશે ખરાબ, શાહીથી થશે મો કાળુ'
આ સંગઠનના પ્રમુખ હેમંત રથે મીડિયામાં નિવેદન આપ્યુ છે કે શાહરુખ ખાને આજથી 17 વર્ષ પહેલા રિલીઝ થયેલી ફિલ્મ ‘અશોકા' માં ઓડિશા અને અહીંના લોકોનું અપમાન કર્યુ હતુ. આના માટે તેમણે માફી પણ નહોતી માંગી. આટલુ જ નહિ આ સંગઠને શાહરુખ સામે 1 નવેમ્બરે પોલિસમાં રિપોર્ટ પણ લખાવી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2001માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘અશોકા'ના ઓડિશામાં તે સમયે ભારે વિરોધ થયો હતો. માત્ર એક સપ્તાબ બાદ જ ફિલ્મને થિયેટરોમાંથી હટાવી લેવામાં આવી હતી.

સીએમ નવીન પટનાયકે મોકલ્યુ કિંગ ખાનને આમંત્રણ
તમને જણાવી દઈએ કે સીએ નવીન પટનાયકે શાહરુખ ખાનને અહીં આવવા માટે આમંત્રણ મોકલ્યુ છે. તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપ ભૂવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં 28 નવેમ્બરથી 16 ડિસેમ્બર સુધી ચાલશે. તમને જણાવી દઈએ કે હોકી વર્લ્ડ કપના ઓફિશિયલ એન્થમ સોંગમાં શાહરુખ ખાન પણ છે જેના માટે સીએમે તેમની પ્રશંસા પણ કરી હતી.

કિંગ ખાનની પ્રતિક્રિયા
જેના માટે શાહરુખ ખાને મુખ્યમંત્રી નવીન પટનાયકનો આભાર માનતા કહ્યુ હતુ કે આભાર સર, હૉકી માટે આ તો આપણા સહુની ફરજ છે પરંતુ હવે આ રીતે કિંગ ખાન સામે ફરિયાદ નોંધાતા અને ધમકી મળવાથી શાહરુખના આવવા પર પ્રશ્નાર્થ છે. હાલમાં આ મામલે કિંગ ખાન તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
