નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનવા નહી દઉં : માયાવતી
લખનઉ, 3 જાન્યુઆરી : બીએસપી સુપ્રીમો માયાવતીએ સ્પષ્ટ કહ્યું છે કે આગામી લોકસભાની ચુંટણીમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ઉતારવામાં આવશે તો તે સખત વિરોધ કરશે.
માયાવતીએ બુધવારે કહ્યું હતું કે જોકી વડાપ્રધાન પદના ઉમેદવાર કોને નક્કી કરવા તે ભાજપનો આંતરિક મુદ્દો છે, પરંતુ તે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન નહી બનાવા દે. માયાવાતીએ કહ્યું હતું કે અત્યારસુધીની સુધીની નરેન્દ્ર મોદીની સરકારના કામકાજને જોયા બાદ બીએસપી તેમને ક્યારેય દેશના વડાપ્રધાન બનાવા નહી દે.

અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સતત ત્રીજી વાર ચુંટણી જીતીને 2014માં યોજાનારી લોકસભાની ચુંટણી માટે એનડીએ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર બનવાની દાવેદારી મજબૂત કરી દિધી છે.
મુસલમાનોને દગો આપી રહી છે સમાજવાદી પાર્ટી
આ અગાઉ સમાજવાદી પાર્ટી (સપા) સરકાર પર નિશાન સાધતાં માયાવતીએ કહ્યું હતું કે મુસલમાનોને વસ્તીના આધારે અનામત આપવાનું રણશિંગુ ફૂંકનાર સમાજવાદી પાર્ટી મુસ્લિમ સમાજ દગો આપવાનું કામ કરી રહી છે. માયાવતીએ કહ્યું હતું કે સમાજવાદી પાર્ટીએ પોતાના ચુંટણી ઢંઢેરામાં દલિતોની જેમ મુસલમાનોને પણ વસ્તીના આધારે 18 ટકા અનામત આપવામાં આવશે પરંતુ સરકાર હજુ સુધી વાયદો પુરી શકી નથી.
માયાવતીએ કહ્યું હતું કે સમાજવાદી પાર્ટીની મંશા મુસલમાનોને અનામત આપવાની નથી પરંતુ ઠાલા વચનો આપી વોટ મેળવવાનો છે. સમાજવાદી પાર્ટીના લોકો જ તેને અનામતના વાયદાની યાદ અપાવી રહ્યાં છે. તેમને કહ્યું હતું કે દિલ્હી જામા મસ્જિદના શાહી ઇમામ સૈયયદ અહેમદ ઇમામ બુખારી પણ આ વાયદોની યાદ અપાવી ચુક્યાં છે. તેમને કહ્યું હતું કે સમાજવાદી પાર્ટીના 10 મહિનાના કાર્યકાળમાં ચારેય તરફ અરાજકતા અને લૂંટનો માહોલ છવાયેલો છે.
ધ્વસ્ત થઇ ગયું છે વહિવટી તંત્ર
માયાવતીએ કહ્યું હતું અકે 'વસ્તીના આધારે દેશમાં સૌથી મોટા રાજ્યમાં સપાના 10 મહિનાનો કાર્યકાળ દરેક સ્તરે નિષ્ફળ રહ્યો છે. સરકારે હત્યા, લૂંટ અને બળાત્કારના કેસોમાં પોતાના જુના રેકોર્ડને તોડી ચૂકી છે. તેમને કહ્યું હતું કે યુપીમાં ચારેય તરફ અરાજકતાનો માહોલ છવાયેલો છે. સરકાર અને વહિવટી તંત્ર સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઇ ગયું છે. રાજ્યમાં સમાજવાદી પાર્ટીના ગુંડાઓ અને માફિયાઓની બોલબાલા છે. જે પાર્ટીમાં ગુંડાઓ હોય તેની પાસે સારી રીતે સરકાર ચલાવવાની આશા કેવી રીતે કરી શકાય.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
