નરેન્દ્ર મોદી લખનૌ બેઠકથી ચૂંટાનારા નવમા PM બનશે?
ગાંધીનગર, 17 સપ્ટેમ્બર : ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને જયારથી ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા તે પહેલાથી જ નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશ ખાતેથી લોકસભા ચૂંટણી લડે તે માટેની માગણી શરૂ થઈ છે. નરેન્દ્ર મોદીને ભાજપના પીએમ પદના ઉમેદવાર જાહેર કરાયા ત્યાર બાદ ભાજપના લખનૌના વરિષ્ઠ નેતા લાલજી ટંડને પણ જણાવ્યું છે કે તેઓ નરેન્દ્ર મોદી માટે લખનૌ બેઠક ખાલી કરવા તૈયાર છે. આ બાબત એટલા માટે મહત્વની છે કે વર્ષ 1947થી 2012 સુધીમાં દેશમાં 17 વડાપ્રધાન આવ્યા છે. તેમાંથી આઠ જેટલા વડા પ્રધાનોની ચૂંટણી ઉત્તર પ્રદેશમાંથી જ થઇ છે. નરેન્દ મોદી પણ ઉત્તર પ્રદેશના લખનૌથી ખાતેથી ચૂંટણી લડશે અને વડા પ્રધાન બનશે તો ઉત્તર પ્રદેશમાંથી ચૂંટણી લડીને જીતનારા નવમા વડાપ્રધાન બનશે.
નરેન્દ્ર મોદી સમર્થકો અને લોક લાગણીને માન આપીને ઉત્તર પ્રદેશના મતવિસ્તારમાંથી ચૂંટણી લડશે તો તેઓ ઉત્તર પ્રદેશથી નવી દિલ્હીમાં ટોચના સ્થાને પહોંચનાર અભૂતપૂર્વ મહાનુભાવોના જૂથમાં ભાગીદાર બનશે. ભાજપના આંતરિક વર્તુળો માને છે કે જો મોદી ઉત્તર પ્રદેશની કોઈ બેઠક પરથી ચૂંટણીમાં ભાગ લે તો મોદીને પુરતી તક મળશે.
નોંધનીય છે કે વર્ષ 1998માં ભાજપે અખંડ ઉત્તર પ્રદેશથી 57 જેટલા સાંસદો મેળવ્યા હતા. મોદી આ જાદુનું પુનરાવર્તન કરી શકે છે. ભાજપના ઉપ પ્રમુખ અબ્બાસ નકવીએ કહ્યું હતું કે દેશના દરેક ભાગમાંથી મોદીને ઉત્તર પ્રદેશ ખાતેથી ચૂંટણીમાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવે છે. ભાજપના ઉત્તર પ્રદેશના પ્રવક્તા વિજય બહાદુર પાઠકે કહ્યું હતું કે મોદીને ભાજપના વડા પ્રધાનપદ ઉમેદવાર જાહેર કરતાંની સાથે રાજયના વડા લક્ષ્મીકાંત બાજપેયીએ મોદીને ઉત્તર પ્રદેશ ખાતેથી ચૂંટણી લડવા અનુરોધ કર્યો હતો.
આવો જાણીએ આ અગાઉ ઉત્તર પ્રદેશમાંથી ચૂંટણી લડીને કયા નેતાઓ વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા છે...

1
પંડિત જવાહરલાલ નહેરુ

2
લાલ બહાદુર શાસ્ત્રી

3
ઇન્દિરા ગાંધી

4
ચૌધરી ચરણ સિંહ

5
રાજીવ ગાંધી

6
વિશ્વનાથ પ્રતાપ સિંહ

7
ચંદ્રશેખર

8
અટલ બિહારી વાજપેયી
વાજપેયી વર્ષ 1996માં લખનૌ બેઠક તેમ જ ગાંધીનગર એમ બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા અને બંને બેઠકોમાં વિજેતા થયા હતા, પરંતુ તેઓએ લખનૌની બેઠક જાળવી રાખી હતી.

9
નરેન્દ્ર મોદી
અમિત શાહને જ્યારથી ઉત્તર પ્રદેશના ઈનચાર્જ બનાવવામાં આવ્યા ત્યારથી મોદી વારાણસી, ફૈઝાબાદ, અલ્લાહાબાદ અથવા લખનૌ ખાતેથી લોકસભા ચૂંટણી ઝંપલાવી શકે તેવાં વ્યાપક અનુમાનો થઈ રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
