આ વખતે દેખાડશે ‘મમતા’ કે કરશે પ્રહાર? મોદી કાલે કોલકતામાં
ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી હાલ ભારતના વિવિધ સ્થળો પર રેલીઓ સંબોધી રહ્યાં છે, આ રેલીઓનો સ્પષ્ટ ઉદ્દેશ્ય પક્ષને વધુ મજબૂત બનાવવાનો અને દેશની જનતાનું મન જીતવાનો છે. જેનો સીધો ફાયદો આવનારી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મળે. મોદી દ્વારા તાજેતરમાં જેટલી સભાઓ કરવામાં આવી તેમાં કોંગ્રેસ અને યુપીએની સાથોસાથ જેતે પ્રદેશની સરકાર અથવા તો કોંગ્રેસના સાથી પક્ષોની સરકાર પર આકરા પ્રહાર અને ટીકાઓ કરવામાં આવી રહી છે. આવતી કાલે એટલે કે 5મી ફેબ્રુઆરીએ મોદી પશ્ચિમ બંગાળના કોલકતામાં જનમેદનીને સંબોધિત કરવાના છે.
મોદીની આ રેલીને લઇને રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ઉઠી રહી છે કે, શું આ વખતે મોદી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પ્રત્યે મમતા દાખવશે કે પછી પોતાના ચિતપ્રચલિત અંદાજમાં મમતા પર પણ તીખા શાબ્દિક બાણોનો પ્રહાર કરશે. આ પ્રકારની ચર્ચાએ એટલા માટે જોર પકડ્યું છેકે આ પહેલા મોદી જ્યારે પશ્ચિમ બંગાળ ગયા હતા ત્યારે તેમણે મમતા બેનરજીના ભરપેટ વખાણ કર્યા હતા, જ્યારે આ વખતે તેઓ જઇ રહ્યાં છે, તેના પહેલા મમતા બેનરજી દ્વારા મોદી પર આડકતરી રીતે પ્રહારો કર્યા હતા અને એમ પણ કહ્યું હતું કે અમારી લડાઇ, ભાજપ અને કોંગ્રેસ વિરુદ્ધ છે.
મમતા બેનરજી દ્વારા આ પ્રકારે પ્રહાર કરવામાં આવવાથી ચોક્કસ પણે મોદી તેમને પોતાના અંદાજમાં જવાબ આપશે, તેમાં બે મત નથી, પરંતુ તેમ છતાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે, જો કેન્દ્રમાં ભાજપે સરકાર બનાવવી હશે તો જે રાજ્યમાં ભાજપનો જાદૂ ક્યારેય ચાલ્યો નથી, તેવા રાજ્યની સ્થાનિક પાર્ટી સાથે સમજૂતિ કરવામાં આવે, કારણ કે મોદીનું કદ વધ્યા પછી જેડીયુ ભાજપથી અલગ થઇ ગયું હતું અને તેના કારણે એનડીએને રાજકીય રીતે એક મોટો ફટકો પણ પડ્યો છે, તેવામાં મોદી મમતા બેનરજીના મનમાં ભાજપ પ્રત્યેની ‘મમતા' જગાવવાના ભાગરૂપે તેમના વખાણ કરશે કે નહીં.

શું કહ્યું હતું મમતા બેનરજીએ
કોલકતામાં રેલી દરમિયાન મમતા બેનરજીએ કહ્યું હતું કે અમારી લડાઇ ભાજપ, કોંગ્રેસ અને સીપીઆઇ(એમ) વિરુદ્ધ અમારી લડાઇ છે. અમારી લડાઇ ભ્રષ્ટાચાર વિરુદ્દ છે. તેમણે મોદી પર આડકતરા પ્રહારો કરતા કહ્યું હતું કે આપણે નથી ઇચ્છતા કે રમખાણોને પ્રેરિત કરે તેવી સરકાર બને. બંગાળ ભારતને આવનારા દિવસોમાં રસ્તો દર્શાવશે.

મોદી ઉપાડી શકે છે નેતાજીનો મુદ્દો
મોદી રેલી દરમિયાન સુભાષ ચંદ્ર બોઝના મૃત્યુનો મુદ્દો ઉઠાવી શકે છે. નેતાજી સાથે જોડાયેલી બાબતોના ડિ-ક્લાસિફાય થઇ ગયેલા દસ્તાવેજોના આધારે નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકાર અને કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કરી શકે છે. આ સાથે જ તેઓ તૃણમૂલ કોંગ્રેસ દ્વારા કરવામાં આવતી હિંસા પર પણ પ્રહારો કરી શકે છે, તેમ પશ્ચિમ બંગાળ ભાજપના પદાધીકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

મોદીએ કર્યા હતા મમતાના વખાણ
થોડાક સમય પહેલા મોદી દ્વારા કોલકતામાં ઉદ્યોગપતિઓનો સંબોધ્યા હતા, જે સમયે તેમણે મમતા બેનરજી અને તેમની સરકારના ભરપેટ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતુ કે રાજ્યમાં ડાબેરીઓ દ્વારા જે ખાડાઓ પાડવામાં આવ્યા હતા તેને પૂરવામાં જ મમતા બેનરજીનો સમય નીકળી જશે અને એક દિવસ બંગાળના લોકોની આશાઓને પૂર્ણ કરશે. જે તે સમયે એવું કહેવામાં આવી રહ્યું હતું કે મોદીનું આ પ્રકારનું નિવેદન મમતા બેનરજી તરફ રાજકીય મિત્રતાનો હાથ લંબાવ્યો હતો.

મોદીની રેલી સાથે જોડાયેલી અન્ય બાબતો
મોદીની આ જાહેર સભા સાથે જોડાયેલી અન્ય બાબતો અંગે વાત કરીએ તો એવા અહેવાલ પણ છે કે મોદીની આ રેલીને સાંભળવા માટેની ટીકીટની કિંમત 100 રૂપિયા રાખવામાં આવી છે. જેનું વેચાણ ઓનલાઇન થઇ રહ્યું છે અને અત્યારસુધી 3000 ટીકીટો વેચાઇ ગઇ છે. પાર્ટીને આશા છે કે મોદીની સભામાં પણ સાત લાખ જેટલા લોકો આવશે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
