શું હવે બાળકોના નામ રખાશે નીલમ અને સૅન્ડી?

'સૅન્ડી' તોફાને અમેરિકામાં નોતરેલા વિનાશ પછી અને નીલમ નામનું વાવાઝાડું તમીલનાડુ અને આંધ્ર પ્રદેશ તરફ ફંટાઇ રહ્યું હોવાના સમાચાર પછી 'સૅન્ડી' અને 'નીલમ' નામ પોતાના નવા જન્મેલા બાળકનું પાડવાનું વાલીઓ ટાળશે અને જે વાલીઓએ પોતાના બાળકનું નામ નીલમ કે સૅન્ડી રાખ્યું હશે તે કદાચ અન્ય નામ રાખવાનું પણ વિચારી રહ્યાં હશે.
યાહબેબી ડોટ કોમે જણાવ્યા પ્રમાણે વાવાઝાડું, ચક્રવાત, તોફાન પરથી પાડવામાં આવેલા નામથી અસર પ્રખ્યાત બાળકોના નામ પર ઘણી અસર પહોંચાડે છે, તેના ઘણા પુરવા છે. આ વાતને સાબિત અનેક અને અનેક વખત સાબિત થઇ છે. જેનું યોગ્ય ઉદાહરણ હેરિકન એન્ડ્ર્યુ આપી શકે છે.
એન્ડ્ર્યુ નામનો તોફાન અત્યાર સુધીનો સૌથી નુક્સાનકારક તોફાન છે. જે 1992માં અમેરિકાના ફ્લોરિડામાં આવ્યો હતો. 1991માં અમેરિકામાં બાળકોના નામ પાડવામાં 'એન્ડ્ર્યુ' છટ્ઠુ સમાન્ય નામ હતું. 1993માં પણ એ નામ સામાન્ય હતું પરંતુ તે 10માં ક્રમે ધકેલાઇ ગયું હતું. બે વર્ષમાં માત્ર ચાર હજાર બાળકોના નામ જ 'એન્ડ્ર્યુ' પરથી પાડવામાં આવ્યું હતું. આ જ રીતે 1993માં એન્ડી, એન્ડ્રેસ અને એન્ડ્રે નામને ધારણ કરવામાં પણ ઘટાડો નોંધાયો હતો. અત્યારે પણ અમેરિકામાં એન્ડ્ર્યુ નામ પાંચમું સૌથી સામાન્ય નામ છે, પરંતુ બાળકોમાં તે નામનો ઉપયોગ ઓછો થવા માંડ્યો છે.
યાહબેબી ડોટ કોમ વેબસાઇટ બાળકોના નામ, બાળકોને લગતી રમૂજો અને બાળકોને લગતી માહિતી આપવા માટે જાણીતી છે.
નાસાના જણાવ્યા પ્રમાણે વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા એક લાંબી યાદીમાંથી તોફાનોના નામ પસંદ કરવામાં આવે છે. ભારતીય મેટ્રોલોજિકલ વિભાગ(આઈએમડી)નું કહેવું છે કે વર્ષો પહેલા તોફાનો અને વાવાઝોડાના નામ પાડવાની પ્રણાલી સ્વિકારવામાં આવી હતી, જેથી તેને ઓળખી શકાય અને લોકોને ઝડપથી તે અંગે માહિતગાર કરી શકાય.
વિવિધ પ્રકારની સિસ્ટમનો ઉપયોગ કરીને વાવાઝોડા અને તોફાનના નામ પાડવામાં આવે છે. પહેલું તો કેથોલિક સંતના આધારે નામ પાડવામાં આવતા હતા, બાદમાં તોફાનની લેટિટ્યુડ-લોંગિટ્યૂડ સ્થિતિ જોઇને તેના આધારે તેના નામ પાડવામાં આવે છે.
મિલિટ્રી મેટ્રોલોજિસ્ટિક દ્વારા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મહિલાઓના નામ પરથી તોફાનોના નામ પાડવાની શરૂઆત કરવામાં આવી હતી. 1950માં વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન(ડબલ્યુએમઓ)એ આ પ્રણાલી અપનાવી હતી. ડબલ્યુએમઓ ડિવાઇઝ્ડ આલ્ફાબેટિકલ નામ પાડે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
