બીજેપી સાથે ગઠબંધન જેડીએસને ભારે પડશે? બે મુસ્લિમ નેતાઓએ પાર્ટી છોડી
ઈન્ડિયા ગઠબંધનની રચના પછી બીજેપીના પગ નીચેથી જમીન સરકી રહી છે. માત્ર બીજેપી જ નહીં તેના સાથી પક્ષો પણ મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. કર્ણાટકમાં બીજેપી સાથે ગઠબંધન જેડીએસને ભારે પડી રહ્યું છે.
લોકસભા ચૂંટણી પહેલા એનડીએ ગઠબંધન સાથે જોડાનારી જેડીએસને મોટો ઝટકો લાગ્યો છે. બીજેપી સાથે ગઠબંધનથી નારાજ બે મોટા નેતાઓએ પક્ષમાંથી રાજીનામું આપ્યુ છે. ચર્ચા છે કે અન્ય કેટલાક નેતાઓ પણ બહુ જલ્દી પાર્ટી છોડી શકે છે.

JDS કર્ણાટકના ઉપાધ્યક્ષ સૈયદ શફીઉલ્લા સાહબે પાર્ટીમાંથી રાજીનામું આપતા કહ્યું કે, હું છેલ્લા 30 વર્ષથી પાર્ટી સાથે છું. અમારો પક્ષ તેની બિનસાંપ્રદાયિક ઓળખ પર ટક્યો છે. અમે હંમેશા મતદારોમાં બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતોનો પ્રચાર કર્યો છે.
તેમણે કહ્યું કે, હવે જો મારી પાર્ટી એવી પાર્ટી સાથે હાથ મિલાવે છે જે સમુદાય અને જાતિ વચ્ચે તિરાડ ઊભી કરે છે અને કોમવાદી એજન્ડા પર કામ કરે છે તો અમે સેક્યુલર નેતાઓ તેનો વિરોધ કરીએ છીએ.
બીજી તરફ ફરઝાના અસરફે જેડીએસ મીડિયા સેલના વડા શ્રીકાંત ગૌડાને લખેલા પત્રમાં કહ્યું કે, તે વૈચારિક મતભેદોને કારણે પાર્ટીના પ્રવક્તા પદ પરથી રાજીનામું આપી રહી છે. બાદમાં એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેણે પાર્ટી છોડવાની જાહેરાત કરી દીધી.
પાર્ટીના રાજ્ય ઉપાધ્યક્ષ સૈયદ શફીઉલ્લાહ સાહબ અને પાર્ટીના પ્રવક્તા યુટી ફરઝાના અશરફે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જેડીએસના રાજ્ય એકમના અધ્યક્ષ સીએમ ઇબ્રાહિમ પણ ગઠબંધનથી નારાજ હોવાનું કહેવાય છે.
શફિયાઉલ્લાહે પાર્ટીના સુપ્રીમો એચડી દેવગૌડાને લખેલા તેમના પત્રમાં જણાવ્યું છે કે, પાર્ટીના વરિષ્ઠ નેતાઓ હવે ભાજપ સાથે હાથ મિલાવવાનું નક્કી કરી રહ્યા છે, તેથી મારી પાસે રાજીનામું આપવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.
શફીઉલ્લાએ પણ કહ્યું કે, જેડીએસના કેટલાક મુસ્લિમ નેતાઓએ એક બેઠક યોજીને ગઠબંધન સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. મીટિંગમાં હાજર અન્ય લોકોમાં પૂર્વમંત્રી અને રાજ્યના કાર્યકારી પ્રમુખ એનએમ નબીસાહેબ, દિલ્હીમાં રાજ્ય સરકારના ભૂતપૂર્વ પ્રતિનિધિ અને લઘુમતી સેલના ભૂતપૂર્વ અધ્યક્ષ મોહિદ અલ્તાફ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
