પતિએ પત્ની પર સંબંધીઓ પાસે ગેંગ રેપ કરાવ્યો, વીડિયો બનાવી કહ્યું - આનાથી પૈસા વસૂલીશ
રાજસ્થાનમાં મહિલાઓ વિરુદ્ધના જઘન્ય અપરાધ અટકવાનું નામ નથી લઈ રહ્યા. હવે દહેજ ખાતર માનવતાને શર્મસાર કરતો એક કિસ્સો ભરતપુરથી સામે આવ્યો છે.
ભરતપુર, 30 એપ્રીલ : રાજસ્થાનમાં મહિલાઓ વિરુદ્ધના જઘન્ય અપરાધ અટકવાનું નામ નથી લઈ રહ્યા. હવે દહેજ ખાતર માનવતાને શર્મસાર કરતો એક કિસ્સો ભરતપુરથી સામે આવ્યો છે. આરોપ છે કે, દહેજ ન મળવાના ઉશ્કેરાયેલા પતિએ પહેલા તેના બે સંબંધીઓ સાથે મળીને પત્ની પર સામૂહિક બળાત્કાર કર્યો અને પછી આ ઘટના પોતાના ફોનમાં રેકોર્ડ કરી લીધી હતી. આટલું જ નહીં વીડિયો બનાવ્યા બાદ આરોપી પતિએ યુટ્યુબ પર અશ્લીલ વીડિયો અપલોડ કરીને પીડિતા પાસેથી દહેજની રકમ વસૂલવાની ધમકી પણ આપી હતી.

મળતી માહિતી મુજબ આ સમગ્ર મામલો ભરતપુરના કમાન શહેરનો છે. આરોપ છે કે, દહેજમાં રોકડ અને બુલેટ ન મળવાને કારણે પતિએ પત્ની સાથે અભદ્ર વર્તન કર્યું હતું. પતિએ સંબંધીઓને બોલાવીને તેની સામે તેની પત્ની પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો અને તેના મોબાઈલથી તેનો વીડિયો બનાવ્યો હતો. આ સાથે કહેવામાં આવી રહ્યું છે કે, પીડિતા પર બળાત્કાર કરનારાઓમાં આરોપી પતિનો સાળો અને અન્ય વ્યક્તિ શામેલ છે.
આવા સમયે આરોપીએ કથિત રીતે તેની પત્નીને જણાવ્યું કે, તે યુટ્યુબ પરથી તેનો વીડિયો પોસ્ટ કરીને દહેજના પૈસા વસૂલ કરશે. પીડિતાએ પતિ અને તેના બે સંબંધીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. સમગ્ર ઘટના અંગે કમાન પોલીસ સ્ટેશનના એસએચઓ દૌલત સાહુએ જણાવ્યું હતું કે, મહિલાએ બળાત્કારનો કેસ દાખલ કર્યો છે, જેમાં તેના પતિ અને બે સંબંધીઓ શામેલ છે. એવી ચર્ચા છે કે, યુટ્યુબ પર એક અશ્લીલ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. આ સમયે એ વાતની ખાતરી કરવામાં આવી નથી.
પીડિતાએ જણાવ્યું કે, સાસરિયાં મને દહેજ માટે હેરાન કરતા હતા. જ્યારે તેમને દહેજ ન આપવામાં આવ્યું, ત્યારે તેઓએ તેમના સંબંધીઓ સાથે મળીને સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ વીડિયો બનાવીને યુટ્યુબ પર અપલોડ કર્યો હતો. પાંચ દિવસ પહેલા એક આરોપી મને કમાન લાવ્યો હતો અને મારી સાથે બળાત્કાર કર્યો હતો. આ પછી મેં અવાજ ઉઠાવ્યો અને ત્યાંથી ભાગીને મારા ઘરે આવી ગઇ હતી.
પીડિતાએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે, લગ્ન 25 મે, 2019ના રોજ હરિયાણાના પુનાના વિસ્તારમાં થયા હતા. ત્યારથી તેના સાસરિયાઓ તેને દહેજ માટે ત્રાસ આપતા હતા. જેના કારણે તે તેના માતા-પિતાના ઘરે પરત ફરી હતી, પરંતુ પતિ તેને લાલચ આપીને તેના ઘરે પાછો લઈ ગયો હતો. પરત ફર્યા બાદ પતિએ તેના બે સંબંધીઓ પાસે તેના પર બળાત્કાર કરાવડાવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
