SC-ST પ્રતિનિધિત્વઃ સુપ્રીમ કોર્ટે કેન્દ્રને એસસી-એસટી માટે નવી પેનલ બનાવવાનું કેમ કહ્યું?
SC-ST પ્રતિનિધિત્વઃ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નવેસરથી સીમાંકન આયોગની રચવા કરવા જણાવ્યુ છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને ભારતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ તરીતે નિયુક્ત સમુદાયોના યોગ્ય પ્રતિનિધિત્વ અંગે નિર્દેશ આપ્યો હતો.
સિક્કિમ અને પશ્ચિમ બંગાળની વિધાનસભાઓમાં પ્રમાણસર પ્રતિનિધિત્વની માંગ કરતી અરજી પર કોર્ટે આ નિર્દેશ આપ્યો હતો. અરજીકર્તા મુજબ લિમ્બુ અને તમંગ આદિવાસી સમુદાયના નેતાઓનોને વિધાનસભામાં પૂરતી જગ્યા મળવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે કહ્યુ કે સરકાર કે સંસદને યોગ્ય પ્રતિનિધિત્વ આપવા માટે સુધારો કરવા કે કાયદો બનાવવાના નિર્દેશ ના આપી શકાય. આમ કરવુ વિધાનસભાના અધિકારક્ષેત્રમાં દખલ સમાન ગણાશે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેંચે પોતાના આદેશમાં કહ્યું કે, કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્ર સરકારે એક નવા સીમાંકન આયોગની રચના કરવી પડશે.
સંસદ દ્વારા પસાર કરાયેલ કોઈપણ કાયદો અથવા જોગવાઈ ગેરબંધારણીય છે કે નહીં તેની ન્યાયિક સમીક્ષા કરવાની સત્તા સર્વોચ્ચ અદાલત પાસે છે, પરંતુ આ કિસ્સામાં "આ અદાલત મર્યાદાથી આગળ વધશે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વધારાની સીટ આપવી પડશે, જેના માટે સીમાંકન કાયદા હેઠળ સત્તાનો ઉપયોગ કરવાની જરૂર પડશે.
કોર્ટે કહ્યું કે પશ્ચિમ બંગાળ રાજ્યના સંદર્ભમાં ECI દ્વારા સબમિટ કરાયેલ પ્રથમ દૃષ્ટિએ, વ્યાપકપણે એવું લાગે છે કે અનુસૂચિત જનજાતિ માટે પ્રમાણસર પ્રતિનિધિત્વના સિદ્ધાંતને સમાવવા માટે રાજ્ય વિધાનસભામાં એક વધારાની બેઠક ઉપલબ્ધ હોવી જોઈએ.
ઉપરોક્ત સંજોગોમાં કલમ 332 અને 333 હેઠળની જોગવાઈઓનો યોગ્ય રીતે અમલ થાય તેની ખાતરી કરવા માટે સીમાંકન અધિનિયમ 2002 હેઠળ સત્તાનો આશરો લેવો અત્યંત જરૂરી બને છે. આ ઉપરાંત, આ કાયદામાં વિધાનસભાની કુલ બેઠકોની સંખ્યા અને વિધાનસભા ધરાવતા દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના વિભાજનમાં પણ ફેરફાર કરવાની જોગવાઈ છે.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે સ્પષ્ટ કર્યું કે તેના નિર્ણયને સંસદ કે રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં હસ્તક્ષેપ તરીકે જોવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, ચૂંટણી એ વ્યાપક જનાદેશ છે. તે સમયસર પૂર્ણ થવું જોઈએ. કોર્ટે કહ્યું કે 2018માં ગૃહ મંત્રાલયે સિક્કિમ વિધાનસભામાં સીટોની સંખ્યા 32થી વધારીને 40 કરવાની કવાયત શરૂ કરી હતી જેથી બંને જાતિઓને અનામત આપી શકાય. જોકે તેમાં કહેવામાં આવ્યુ છે કે ત્યારપછી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
