પુષ્કર સિંહ ધામી ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ચહેરો કેમ? આ રહ્યા કારણો!
ઉત્તરાખંડમાં ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નેતૃત્વમાં ચૂંટણી લડશે.
ઉત્તરાખંડમાં ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નેતૃત્વમાં ચૂંટણી લડશે. પાર્ટીમાં લાંબા સમયથી ચાલી રહેલા ઝઘડા વચ્ચે ઉત્તરાખંડના નવનિયુક્ત ચૂંટણી પ્રભારી પ્રહલાદ જોશીએ આ જાહેરાત કરીને તમામ અટકળોનો અંત કર્યો છે. 6 મહિના પહેલા મુખ્યમંત્રી બનેલા ધામીને બીજેપી બીજી ઈનિંગ આપશે. ચૂંટણી પ્રચારનો આદેશ કોણ આપશે, અને ચૂંટણીની રણનીતિ શું હશે એ માટે ભાજપ કેન્દ્રીય હાઇકમાન્ડ પછીથી નિર્ણય લેશે. પરંતુ અત્યારે જોશીએ પાર્ટીની અંદર ચાલી રહેલી ચર્ચાનો અંત કરી દીધો છે. ચૂંટણી પ્રભારી પ્રહલાદ જોશીએ જાહેરાત કરી છે કે ભાજપનો આગામી ચહેરો પુષ્કર સિંહ ધામી હશે. ધામીએ આ પ્રસંગે સ્પષ્ટતા કરી હતી કે, તે ક્યારેય સામ-સામે લડાઈમાં રહ્યા નથી. આ સ્થિતિમાં હવે ભાજપની અંદર લાંબા સમયથી ચાલી રહેલી ખેંચતાણનો અંત આવી ગયો છે. પુષ્કર સિંહ ધામીને ચહેરો બનાવવા પાછળ ભાજપની શું રણનીતિ છે તેની પાછળના 5 મોટા કારણો જાણીએ.

યુવાન ચહેરો
ભાજપ શાસિત રાજ્યોમાં પાર્ટી નવા પ્રયોગો કરવામાં વ્યસ્ત છે. આ માટે પાર્ટી નવા અને યુવાન ચહેરાઓ પર દાવ રમી રહી છે. પુષ્કર સિંહ ધામી 46 વર્ષમાં ઉત્તરાખંડના સૌથી યુવા મુખ્યમંત્રી બન્યા છે. ભાજપ યુવા ચહેરા સાથે વિધાનસભાની ચૂંટણીમાં જઈ રહ્યું છે. આ સાથે યુવાનોને સંદેશ આપવાનો પ્રયાસ કરશે. જેના કારણે આગામી સમયમાં પણ ભાજપને ઉત્તરાખંડમાં કોઈ સમીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર રહેશે નહીં.

તેરાઈ ચહેરો
CM પુષ્કર સિંહ ધામી તેરાઈ વિસ્તાર ખટીમાથી આવે છે. ઉત્તરાખંડના તમામ રાજકીય પક્ષો તરાઈ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તેમાં ખેડૂતોના આંદોલનને કારણે બદલાતા સમીકરણો હોય કે બદલાતી વસ્તી અને પ્રદેશમાં સીમાંકનની અસર હોય. પુષ્કર સિંહ ધામી આ બધા સમીકરણોમાં બંધ બેસતો ચહોરો છે. આ રીતે ભાજપ ચૂંટણી મુદ્દાઓ પર કોંગ્રેસ અને આપના આક્ષેપોથી બચી શકે છે.

નિર્વિવાદીત છબી, સામાન્ય ચહેરો
મુખ્યમંત્રી બન્યા ત્યારથી પુષ્કર સિંહ ધામી બહુ ઓછા સમયમાં ભાજપ માટે મોટો ચહેરો બની રહ્યા છે. ધામીની છબી અત્યારે સંપૂર્ણપણે નિષ્કલંક છે. તે કોઈપણ પ્રકારની બયાનબાજીથી પણ દૂર રહે છે. આ કારણે તે ચહેરો બની ગયા છે અને બધાએ સ્વીકારવાનું શરૂ કર્યું છે.

કોશ્યારીના નજીકના નેતા અને હાઇકમાન્ડની પસંદગી
પુષ્કર સિંહ ધામીને મુખ્યમંત્રીની ખુરશી પર લઈ જવા માટે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સામેલ હોવાનું માનવામાં આવે છે. તેઓ કોશ્યારીના સૌથી નજીકના નેતાઓમાંના એક છે. કોશિયારી આ સમયે ઉત્તરાખંડના રાજકારણમાં મોટો ચહેરો છે, જેના સૂચનો અને સલાહ પર ભાજપ પણ કામ કરી રહ્યું છે. આ સ્થિતિમાં ધામી પાછળ કોશ્યારીનો હાથ હોવાને કારણે તેઓ હાઈકમાન્ડની પસંદગી બની ગયા છે.

અટકળોનો અંત
ત્રિવેન્દ્ર સિંહ અને તીરથ સિંહે મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ ભાજપના ઘણા ધારાસભ્યો આ રેસમાં હતા. પરંતુ ભાજપે જે રીતે ધામીને સીએમ બનાવીને બધાને ચોંકાવી દીધા ત્યારથી સીએમ માટે ચાલી રહેલી લડાઈ સમાપ્ત થઈ ગઈ છે. ધામીના આગમન બાદ ભાજપે આવા તમામ ચહેરાઓને સંદેશ આપ્યો છે કે સીએમ પદ માટે કોઈ દાવો થશે નહીં અને કોઈ વિવાદ થશે નહીં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
