કેમ પીએમ મોદીને અપાયો 'લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર'? જાણો
આજે PM નરેન્દ્ર મોદીને 'લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર'થી સન્માનિત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ એવોર્ડ તેમને તિલક સ્મારક મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવ્યો છે. આ પુરસ્કાર 1983 માં શરૂ કરવામાં આવ્યો હતો અને આ એવોર્ડ દર વર્ષે એવા લોકોને આપવામાં આવે છે જેમનું મહત્વપૂર્ણ યોગદાન દેશની પ્રગતિમાં મદદ કરે છે.
તિલક સ્મારક મંદિર ટ્રસ્ટે કહ્યું કે 'PM મોદીના નેતૃત્વમાં દેશ સતત વિકાસ કરી રહ્યો છે, તેથી આ વખતે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ એવોર્ડમાં પીએમ મોદીને સ્મૃતિ ચિહ્ન અને પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યું છે.

આ ટ્રસ્ટના અધ્યક્ષ દીપક તિલક છે, જે લોકમાન્ય બાલ ગંગાધર તિલકના પૌત્ર છે, જેમના પિતા દીપક તિલક રાજ્યસભાના સાંસદ અને મહારાષ્ટ્ર રાજ્ય વિધાન પરિષદના અધ્યક્ષ રહી ચૂક્યા છે.
પીએમ મોદી પહેલા આ સન્માન પૂર્વ રાષ્ટ્રપતિ ડો.શંકર દયાલ શર્મા, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધી અને પૂર્વ પીએમ મનમોહન સિંહને મળી ચૂક્યા છે.
તિલક ટ્રસ્ટને સામાન્ય રીતે કોંગ્રેસનું સમર્થન માનવામાં આવે છે, પરંતુ આ વખતે આ સન્માન માટે પીએમ મોદીની પસંદગી કરીને ટ્રસ્ટે આ મૂંઝવણ પણ દૂર કરી દીધી છે. રાજકીય હસ્તીઓ ઉપરાંત જાણીતા ઉદ્યોગપતિ એન. આર. નારાયણમૂર્તિ, મેટ્રો મેન ઇ. શ્રીધરન અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ટેસી થોમસને એનાયત કરાયા છે.
પીએમ મોદીએ આ એવોર્ડ માટે પસંદ થવા બદલ આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે 'હું લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર 140 કરોડ દેશવાસીઓને સમર્પિત કરું છું'. તેમણે નમામિ ગંગે યોજનાને એવોર્ડની રકમ આપવાની જાહેરાત કરી છે.
-
PM Modi Meeting: 'Lockdownની અફવાઓ પર લગામ', PMની મુખ્યમંત્રીઓ સાથે અઢી કલાક ચાલી બેઠક, આપ્યા 8 સંદેશ-List -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
