મોદી-રાજનાથની ઇલેક્શન સ્ટ્રેટજીમાં અંતમાં ભાગવત શા માટે?
નવી દિલ્હી, 11 મેઃ ચૂંટણીનો પડઘમ શાંત થઇ ગયો છે, પ્રચાર ખતમ થઇ ગયો, બધી રેલીઓ પૂર્ણ થઇ ગઇ છે અને ત્યારબાદ નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા આરએએસ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી અને હવે રાજનાથ સિંહ પણ તેમને મળવા માટે પહોંચી ગયા છે. જરા વિચારો આખરે આ કેવું કારણ છે, જે ભાજપની ઇલેક્શન સ્ટ્રેટેજીમાં આ વખતે મોહન ભાગવત સૌથી છેલ્લે કેમ? આખરે આ મુલાકાતમાં કઇ ચર્ચા થઇ રહી છે.

ઝાંડેવાલાનમાં સ્થિત સંઘ કાર્યાયલમાં હાજર સંઘના એક કાર્યકર્તા અનુસાર મોદી અને રાજનાથ આખો રીપોર્ટ આપવા પહોંચ્યા છે. આ બેઠકમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત હાજર નહોતા, તેમના સ્થાને ભૈયાજી જોશી અને સુરેશ સોની હાજર હતા. વાર્તામાં ખાસ પ્રકારે તેમાં એ ચર્ચા થઇ રહી છેકે ભાજપના વૃદ્ધ નેતાઓને કેવા પ્રકારની જવાબદારીઓ આગામી સરકાર આપવામાં આવે. સૂત્રો અનુસાર રાજનાથે સંગ પ્રમુખને જે આંકડા આપ્યા છે, તેના પર ભાજપની જીત પાક્કી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ આંકડાઓ અનુસાર ભાજપને આ વખતે 252 બેઠકો મળતી જોવા મળી રહી છે, જ્યારે આખા એનડીએને 300 કરતા વધારે બેઠકો મળશે. રાજનાથનો અંદાજો છેકે મોદીની લહેરના કારણે ભાજપને 28 વધારે મળી શકે છે, પરંતુ તેના વિશ્વાસ એટલા માટે નથી, કારણ કે એ 28 બેઠકો પર અન્ય દળોનું વર્ચસ્વ વર્ષોથી છે.
રાજનાથ કેમ રિપોર્ટ કરી રહ્યાં છે આરએસએસને
જો તમે આરએસએસની ડિરેક્ટરીને ઉઠાવની જુઓ તો તેના અંતિમ તબક્કામાં એ સંગઠનોનું નામ, નંબર અને સરનામું છે, જેમના આરએસએસ સાથે સંબંધ છે. આ યાદીમાં ભાજપનું નામ હોવાનું દર્શાવે છેકે ભાજપ, આરએસએસની એક વિંગ છે, ના કે તેનાથી અલગ. સામાન્ય વાત છેકે તમે માતૃ સંગઠનનો રિપોર્ટ કરવો જરૂરી છે. બીજુ સૌથી મોટું કારણ છે ભાજપને વોટ પાક્કા કરવામાં આરએસએસનું ઇન્વોલ્વમેન્ટ. ભાજપમાં જ્યારે ટીકિટ ફાઇનલ કરવામાં આવે છે, ત્યારે આરએસએસના ક્ષેત્ર પ્રચારક, શહેર પ્રચારક અને બ્લોક પ્રચારકનો પ્રતિભાવ ઉમેદવાર અંગે લેવામા આવે છે. જો નેગેટિવ ફીડબેક હોય છે તો ભાજપ તેને ટીકિટ આપવામાં આવતી નથી. જ્યારે આરએસએસના ફીડબેકના આધારે ટીકિટ આપવામાં આવે છે તો તેનો રિપોર્ટકાર્ડ આપવો જરૂરી બને છે.
અંતમાં સૌથી મહત્વપૂર્ણ છેકે નરેન્દ્ર મોદી, મુરલી મનોહર જોશી, લાલકૃષ્ણ અડવાણીથી લઇને તમામ મોટા ભાજપી નેતા આરએસએસના કાર્યકર્તા છે. આગામી સરકારમાં મોદીની સીટ તો પાક્કી છે, પરંતુ બાકીને ક્યાં-ક્યાં બેસાડવામાં આવશે, તેનો નિર્ણયમાં ભાગવતનો પ્રતિભાવ જરૂર લેવામાં આવશે અને ભાજપ પણ તે જ કામ કરી રહ્યું છે.
ભાજપનો આત્મવિશ્વાસ
ખરા સમયે આરએસએસ પ્રમુખ અને અટલ બિહારી વાજપાયી સાથે મુલાકાત અને મુલાકાત સ્પષ્ટ રીતે ભાજપની આગામી સરકાર બનાવવાનો આત્મવિશ્વાસ દર્શાવે છે. તેવામાં આવતી કાલે 12 મેના રોજ મતદાન થવા જઇ રહ્યું છે અને મતદાતાઓ પર તેનો પ્રભાવ પડી શકે છે, જે લોકો ભાજપને મત આપવા નહીં જતા હોય તો આ સમાચાર વાંચીને જરૂર મત આપવાનું વિચારશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
