હું નારી છું, પછી એક દિવસનું સન્માન શા માટે?
નારી હું મેં
નારી ભી મુજ મેં
નર ભી મુજ મેં
તો ફિર કમજોર મેં કૈસે
ક્યું હોતા હેં મેરા અપમાન...
(ભાવિતા ઝા દ્વારા): શા માટે સમાજ મને આપી રહ્યો છે એક દિવસનું સન્માન. વર્ષના 365 દિવસ દરેક પળે, દરેક સ્થળ થાય છે મારું અપમાન, લૂંટાતી રહે છે મારી આબરું, માની કૂખમાં જ મારી નાંખવામાં આવે છે મને, તો પછી શા માટે એક દિવસનું સન્માન. શું આ મહિલા દિવસ એક દેખાડો છે. આજે દેશ મહિલા દિવસ મનાવી રહ્યો છે, પરંતુ મારો એક પ્રશ્ન છે કે શું એક દિવસ માટે મને સન્માન આપવું યોગ્ય છે?
સરકાર દાવો કરે છે કે દેશમાં મહિલાઓ વિરુદ્ધના ગુન્હાઓની ઘટનાઓ ઘટી રહી છે, પરંતુ એ જ સરકાર એ આંકડાઓ સામે લાવે છે, જેમાં વર્ષના શરૂઆતના 45 દિવસોમાં દિલ્હામાં બળાત્કારના 181 મામલા દાખલ થઇ ચૂક્યા છે. તેવામાં હું શા માટે સ્વિકાર કરું તમારું આ સન્માન. એક તરફ આઠ માર્ચ આવી ગઇ. ફરીથી મહિલાઓને હક અપાવવા માટે અમારી મહિલા સાંસદ પોતાના ઉંચા-ઉંચા અવાજમાં મારા માટે મહિલા આરક્ષણ બિલ પાસ કરાવવાના દાવાઓ કરશે.
કોઇ નવી વાત નથી, છેલ્લા 14 વર્ષોમાં દર વર્ષે આવું થતું રહ્યું છે. હવે તો મને તેની આદત પડી ગઇ છે. દેશની સૌથી શક્તિશાળી મહિલા 'સોનિયા ગાંધી' દેશનું સુકાન સંભાળી રહ્યાં છે. વિપક્ષમાં તેમને ટક્કર આપનાર પણ (સુષ્મા સ્વરાજ) મહિલા છે, પરંતુ અંજામ કોઇનાથી છૂપો રહ્યો નથી. દર વર્ષે આરક્ષણ પર હલ્લા-હંગામો થઇ રહ્યો છે અને ફરી હંમેશાની જેમ એ કોઇ એક ખુણામાં ધકેલાય જાય છે. તેવામાં માત્ર એક દિવસનો દેખાડો શા માટે?

ગત વર્ષે 16 ડિસેમ્બરે એક વિદ્યાર્થીનીને ઓટો વાળાએ ઘરે છોડવાની ના પાડી દીધી હતી ત્યાર બાદ તે હવસખોરોનો શિકાર બની હતી. તેવામાં શું આ સન્માન એક દિવસનો દેખાડો નથી? કહેવા માટે આ એ જ દિલ્હી છે, જ્યાં આજે મારા સન્માનમાં સૌથી મોટો કાર્યક્રમ અને સમારોહ આયોજિત કરવામાં આવે છે, પરંતુ દિલ્હીમાં પ્રતિ હજાર છોકરાઓ સામે મારી સંખ્યા માત્ર 866ની છે.
કહેવાનો અર્થ એ છે કે મને માતાની કૂખમાં મારી નાંખનારાઓની કતારમાં દિલ્હીવાળા પાછળ નથી. ક્યાંક આટોવાળા આજે મને ફ્રીમાં ફરવાની છૂટ આપી રહ્યાં છે તો ક્યાંક બસવાળાઓ, પરંતુ શું વર્ષના 365 દિવસ તેમની બસ અને ઓટોમાં હું સુરક્ષિત ફરી શકું છું. આજના એક દિવસે ફ્રી બસ ટિકીટ કરતા સારું હોત કે તેઓ મને વર્ષ ભર સુરક્ષિત ફેરવવાની ગેરન્ટી આપત, પરંતુ કદાચ સંકીર્ણ માનસિકતાવાળા સમાજમાં મારા માટે એ શક્ય નથી, તો પછી આ એક દિવસનું સન્માન શા માટે?
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
