ખેડૂતો માટે અમારા દરવાજા ખુલ્લા છે તેવુ સરકાર કેમ નથી કહેતી? નિંભર મોદી સરકારને સુપ્રીમ કોર્ટનો સવાલ
નરેન્દ્ર મોદી સરકારની ઉદ્યોગપતિ પ્રેમી સરકાર સતત દેશના ખેડૂતોને હાંસિયામાં ધકેલી દીધા છે અને તેમની કોઈ વાત સાંભળવા તૈયાર નથી.
એક તર એક વૃદ્ધ ખેડૂક દલ્લેવાલ જીવના જોખમે ખેડૂતોના હક માંગવા માટે ઉપવાસ પર છે તો બીજી તરફ નરેન્દ્ર મોદી સરકાર તેની ખબર પુછવા પણ તૈયાર નથી. હવે આ મુદ્દે સુપ્રીમ કોર્ટે વચ્ચે આવવુ પડ્યુ છે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે સરકાર શા માટે કહી શકતી નથી કે આંદોલનકારી ખેડૂતો માટે તેના દરવાજા ખુલ્લા છે. કેન્દ્ર શા માટે આવું નિવેદન આપી શકતી નથી કે તે પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની કાનૂની ગેરંટી સહિત તેમની વિવિધ માંગણીઓ સામે વિરોધ કરી રહેલા ખેડૂતોની કાયદેસરની ફરિયાદો પર વિચાર કરશે.
જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે કેન્દ્રને ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી નવી અરજીનો જવાબ આપવા કહ્યું છે.
અરજીમાં કૃષિ કાયદાને રદ્દ કર્યા બાદ 2021માં પાક પર MSPની કાયદેસર ગેરંટી સહિત વિરોધ કરી રહેલા ખેડૂતોની અન્ય માંગણીઓ લાગુ કરવા કેન્દ્ર સરકારને નિર્દેશ આપવા માંગ કરાઈ છે.
કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછ્યું કે, 'તમારા ક્લાયન્ટ એવું નિવેદન કેમ નથી આપી શકતા કે તે સાચી માગણીઓ પર વિચાર કરશે અને અમે ખેડૂતોની ફરિયાદો પર ચર્ચા કરવા તૈયાર છે? અમારા દરવાજા ખુલ્લા છે તેવુ કેન્દ્ર સરકાર કેમ નથી કહી શકતી?
બીજી તરફ તુષાર મહેતાએ કહ્યું કે, કદાચ કોર્ટને વિવિધ પરિબળોની જાણ નથી, તેથી અત્યારે અમે અમારી જાતને એક વ્યક્તિના સ્વાસ્થ્યના મુદ્દા સુધી મર્યાદિત કરી રહ્યા છીએ. કેન્દ્ર સરકાર દરેક ખેડૂતની ચિંતા કરે છે.
બીજી તરફ દલ્લેવાલ વતી નવી અરજી દાખલ કરનાર અરજદાર ગુનિન્દર કૌર ગિલને કહેવામાં આવ્યું છે કે તે સંઘર્ષાત્મક અભિગમ ન અપનાવે, આવા વિવિધ મુદ્દાઓને ઉકેલવા માટે ઉચ્ચ ન્યાયાલયના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરાઈ છે.
બેન્ચે કહ્યું કે, તમે દરખાસ્તનું પાલન કરવા માટે કહી રહ્યા છો. અમે દરખાસ્તના પાલન માટે સૂચનાઓ કેવી રીતે આપી શકીએ? તમારે રેકોર્ડમાં કંઈક બીજું લાવવું પડશે. અમે આ અંગે નોટિસ જારી કરી રહ્યા છીએ. મુકાબલા તરફ આગળ વધશો નહીં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
