શિયાળામાં કમોસમી વરસાદ કેમ થાય છે? જાણો આ વરસાદ કેટલો નુકસાનકારક?
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ઝડપથી આબોહવા પરિવર્તન આવી રહ્યું છે. તેના કારણે કમોસમી વરસાદ સતત વધી રહ્યા છે.
હાલના વર્ષોમાં શિયાળામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. ખેડૂતો માટે આફત બનતો આ કમોસમી વરસાદ કેમ થાય છે તેની પાછળ ચોક્કસ કારણ છે.

જણાવી દઈએ કે, દેશના ઘણા વિસ્તારોમાં ઠંડી વધી છે અને સાથે ભારે પવન અને વરસાદથી પણ લોકો પ્રભાવિત થયા છે. અહીં સવાલ થાય તો શિયાળામાં સૂર્યપ્રકાશ તેજ નથી હો0તો અને પાણી આકાશમાં બાષ્પીભવન થતું નથી તો વરસાદ કેવી રીતે આવે છે?
શિયાળામાં વરસાદ પાછળનું મુખ્ય કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. ભૂમધ્ય સમુદ્ર અથવા કેસ્પિયન સમુદ્રમાં એક પ્રકારનું તોફાન સર્જાય છે. આ લો-પ્રેશર એરિયા બનાવે છે. આ પ્રક્રિયાને બર્ડ ડિસ્ટર્બન્સ કહેવામાં આવે છે.
આના કારણે ઉત્તર-પશ્ચિમ ભારતમાં શિયાળામાં વરસાદ, હિમવર્ષા અને ધુમ્મસ આવે છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી પૂણેના હવામાનશાસ્ત્રીઓના સંશોધન મુજબ અનુસાર, કેટલાક વર્ષોમાં દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વધી છે. જેના કારણે ઠંડીની સિઝનમાં વરસાદ વધી રહ્યો છે.
તમે વિચારતા હશો કે શિયાળામાં વરસાદથી કોને ફાયદો થાય છે? જણાવી દઈએ કે શિયાળામાં વરસાદથી ખેડૂતોને સીધો ફાયદો થાય છે, કારણ કે તેનાથી સારા રવિ પાકમાં પરિણામ આવે છે. રવિ પાક માટે વરસાદ જરૂરી માનવામાં આવે છે. સાથે જ વરસાદથી પ્રદૂષણ પણ ઓછું થાય છે અને હવા સ્વચ્છ રહે છે.
વરસાદના કારણે પહાડી વિસ્તારોમાં ઘણું નુકસાન થાય છે. પહાડી વિસ્તારોમાં વરસાદને કારણે ભૂસ્ખલનનું જોખમ વધે છે. શિયાળાના વરસાદને કારણે હવામાં ભેજ વધે છે, જેના કારણે ધુમ્મસ વધુ ગાઢ બની શકે છે. જેના કારણે વિઝિબિલિટી પણ નોંધપાત્ર રીતે ઘટી શકે છે. ઘણા ખેતી પાકોને પણ નુકસાન થાય છે.
-
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
