રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોનું પલ્લુ ભારે? જાણો શું કહ્યું પ્રશાંત કિશોરે?
આ વર્ષના અંતમાં 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ રાજ્યોમાંથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ મોટા રાજ્યો છે અને અને તેના પરિણામોની અસર લોકસભાની ચૂંટણી પર થશે.
એક તરફ દિવસે દિવસે ઈન્ડિયા ગઠબંધનની તાકાત વધી રહી છે ત્યારે ચૂંટણી વિશેષજ્ઞ પ્રશાંત કિશોરે પણ પરિણામો પર ઈસારો કર્યો છે. તેમનું માનીએ તો ચૂંટણીમાં કટોટકીનો જંગ જોવા મળી શકે છે.

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે બીજેપીએ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ સત્તામાં છે જ્યારે મધ્ય પ્રદેશમાં ભાજપ સત્તામાં છે.
ટાઈમ્સ નાઉ નવભારતને આપેલા એક ઈન્ટરવ્યુમાં જ્યારે પ્રશાંત કિશોરે કહ્યું છે કે હું કહી શકું તેમ નથી. મારી પાસે આ વિશે કોઈ ચોક્કસ માહિતી નથી. આ પછી પ્રશાંત કિશોરે રાજસ્થાન વિશે કહ્યું કે, મને લાગે છે કે રાજસ્થાનમાં બીજેપી થોડી આગળ છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં કોંગ્રેસે ફરી મેદાન માર્યું છે, પરંતુ ભાજપ હજુ પણ થોડી આગળ છે.
મધ્યપ્રદેશ અંગે વાત કરતા પ્રશાંત કિશોરે કહ્યું કે, એમપીમાં ટક્કર છે પરંતુ હું ભાજપને માર્જિનથી થોડો ફાયદો અપાવીશ અને છત્તીસગઢમાં પણ ટક્કર છે. ઘણા લોકો માની રહ્યા છે કે કોંગ્રેસ માટે આ ખૂબ જ સરળ છે પરંતુ એવું લાગે છે કે કોંગ્રેસ હજુ આગળ છે અને સખત લડત આપી રહી છે.
પ્રશાંત કિશોરે દાવો કર્યો કે, તેલંગાણામાં BRSની જીત થઈ રહી છે. પ્રશાંત કિશોરની કંપની I-PAC તેલંગાણામાં BRS માટે ચૂંટણીની રણનીતિ બનાવી રહી છે. તેલંગાણામાં આ વખતે કોંગ્રેસ અને BRS વચ્ચે સીધો મુકાબલો હોવાનું માનવામાં આવી રહ્યો છે. અહીં બીજેપી ચિત્રમાં પણ નથી.
2024ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષી INDIA ગઠબંધનના વડાપ્રધાનના ચહેરા વિશે પીકેએ જણાવ્યુ કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આગામી સામાન્ય ચૂંટણીઓમાં વિપક્ષ માટે લોકપ્રિય વડાપ્રધાન ચહેરો છે. તેમણે વિપક્ષી પાર્ટીઓની I-N-D-I-A નામ આપવાના નિર્ણયને એક સ્માર્ટ ચાલ ગણાવી. તેમણે કહ્યું કે, એકલા બ્રાન્ડિંગ વ્યૂહરચનાથી જીતી શકશે નહીં, તેમણે હજુ લાંબી મજલ કાપવાની છે.
અહીં પ્રશાંક કિશોરે દાવો કર્યો છે કે કે જો આજે ચૂંટણી થાય તો બીજેપી વિપક્ષી ગઠબંધન કરતા આગળ રહેશે. જો કે આનો અર્થ એ નથી કે ભગવા પાર્ટીને હરાવી શકાય નહીં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
