મધ્યપ્રદેશમાં કોની સરકાર? જાણો શું કહે છે લેટેસ્ટ સર્વે?
તોડફોડની સરકાર ચલાવ્યા બાદ હવે બીજેપી મધ્યપ્રદેશમાં સરકાર બચાવવા મેદાને પડી છે તો બીજી તરફ ઈન્ડિયા ગઠબંધનથી મધ્યપ્રદેશમાં બીજેપી માટે સત્તા બચાવવી મુશ્કેલ બની છે તે સ્થિતીમાં હવે નવો સર્વે સામે આવ્યો છે.
મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાવાની છે. આ વખતે આ ચૂંટણીમાં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે. છેલ્લી ચૂંટણીઓમાંથી શીખીને કોંગ્રેસ બીજેપીને માત આપવા માટે પુરી તૈયારીમાં છે.

હાલમાં જ ટાઈમ્સ નાઉ નવભારત ઈટીજીએ તેના ઓપિનિયન પોલમાં આગામી વિધાનસભા ચૂંટણીના સંભવિત પરિણામોની આગાહી કરી છે. આ સર્વે અનુસાર, બીજેપી અને કોંગ્રેસ બંને પક્ષો તૈયાર છે અને બંને પક્ષોને 42 ટકાથી વધુ વોટ શેર મળવાની ધારણા છે.
મધ્યપ્રદેશના ઓપિનિયન પોલ અનુસાર, બીજેપીને 42.80 ટકા વોટશેર સાથે લગભગ 102-110 બેઠકો મળવાની ધારણા છે. જ્યારે કોંગ્રેસને 43.80 ટકા વોટશેર સાથે 118-128 બેઠકો મળવાની ધારણા છે. બાકીની પાર્ટી 13.40 ટકા વોટશેર સાથે લગભગ 0-2 બેઠકો જીતી શકે છે.
આ સર્વે અનુસાર, નિમારમાં કોંગ્રેસને 41 થી 45 બેઠકો જીતવાનો અંદાજ છે, જ્યારે બીજેપી માંડ 20 થી 24 બેઠકો જીતી રહી છે. મહાકૌશલમાં બીજેપી આગળ છે અને તેને 18 થી 22 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે કોંગ્રેસને 16 થી 20 બેઠકો મળવાની સંભાવના છે.
ગ્વાલિયર ચંબલમાં કોંગ્રેસ 26 થી 30 બેઠકો સાથે બીજેપી કરતાં ઘણી સારી સ્થિતિમાં છે. બીજેપી અહીં માંડ 4 થી 8 બેઠકો જીતી રહી છે. આ સર્વે પર વિશ્વાસ કરીએ તો મધ્યપ્રદેશમાં બીજેપીને બિસ્તરા પોટલા ભરવા પડી શકે છે.
આ સિવાય મધ્ય એમપીમાં બીજેપી 22 થી 24 બેઠકો મળી રહી છે. અહીં કોંગ્રેસને 12 થી 14 બેઠકો મળવાની ધારણા છે. વિંધ્યમાં ભાજપને 19 થી 21 બેઠકો મળવાની સંભાવના છે, જ્યારે કોંગ્રેસને 8 થી 10 બેઠકો મળવાની ધારણા છે.
બુંદેલખંડમાંની વાત કરીએ તો બીજેપીને 13 થી 15 બેઠકો મળવાની ધારણા છે અને કોંગ્રેસને 11 થી 13 બેઠકો મળી શકે છે.
મધ્યપ્રદેશમાં છેલ્લી ચૂંટણી 2018 માં 28 નવેમ્બર 2018ના રોજ એક જ તબક્કામાં તમામ 230 બેઠકો માટે યોજાઈ હતી. મત ગણતરી 11 ડિસેમ્બર 2018ના રોજ થઈ હતી. કોંગ્રેસ નેતા કમલનાથે 2018માં રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
જો કે 15 મહિના પછી, પાર્ટીના સાથી જ્યોતિરાદિત્ય સિંધિયાના બળવાને પગલે કોંગ્રેસના 22 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું. જે બાદ કમલનાથે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ બીજેપી નેતા શિવરાજ સિંહ ચૌહાણ ચોથી વખત રાજ્યના સીએમ બન્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
