ગજબ છે ભાઇ! અને જાનૈયા પહેરીને આવી ગયા 'આપ' પાર્ટીની ટોપીઓ
સિરસા, 8 એપ્રિલ: સલારપુરમાં ત્યારે રોચક દ્રશ્ય જોવા મળ્યું જ્યારે વરરાજાની માંગણી પર બધા જાનૈયા આમ આદમી પાર્ટીની ટોપીઓ પહેરીને જાન લઇને રવાના થયા. બન્યું એમ કે સલારપુર નિવાસી મુકેશ ધંજૂના સોમવારે લગ્ન હતા અને તે આમ આદમી પાર્ટીનો કટ્ટર સમર્થક છે એટલા માટે તેણે બધા જાનૈયાઓને પાર્ટીની ટોપીઓ પહેરાવીને જાન લઇ જવાની શરત રાખી હતી.
આ મુદ્દે વરરાજાની ઇચ્છાનું સન્માન કરતાં જાનૈયા પણ તેના માટે તૈયાર થઇ ગયા અને આજે સવારે વરરાજા અને તેના મિત્રો-સંબંધી આપની ટોપી પહેરી વરરાજા સાથે જાન લઇને રવાના થયા. મહિલાઓ પણ ટોપી પહેરી અને આ અનોખા લગ્નમાં જોડાઇ.

આ અવસર પર વરરાજા મુકેશે કહ્યું હતું કે તેમણે આ નિર્ણય વર્તમાન ચૂંટણીને ધ્યાનમાં રાખતા લીધો કારણ કે તેમનું માનવું છે કે દેશના લોકોને ભ્રષ્ટાચાર વિરૂદ્ધ જાગૃત કરવાની એક રીત હોઇ શકે છે. તેમણે કહ્યું કે તે આમ આદમી પાર્ટીના આંદોલનને દેશના નવ નિર્માણનું સત્ય આંદોલન માનતાં તેના માટે કોઇપણ હદ સુધી જવા માટે તૈયાર છે.
આ અવસર પર વરરાજાન મિત્ર અને પાર્ટીના ડૉક્ટર કુલદીપ, પંકજ કામરા, પ્રદિપ સચદેવા અને મંગલ સિંહે પોતાની તરફથી મુકેશના ઉજ્જવલ વૈવાહિક જીવનની કામના કરતાં તેને શુભ કામનાઓ આપી. આ અવસર પર લછમન દાસ, ભજન લાલ, કાશ્મીર કમ્બોજ, મોહિત કમ્બોજ, ચન્ની, કાલા, મોહન લાલ, પવન, સુશીલ કુમાર વગેરે ઉપસ્થિત હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
