PF પર વધેલા વ્યાજદરોનો કોને સૌથી વધુ ફાયદો થશે? જાણો અહીં

નવી દિલ્હી : EPFOએ છ કરોડ ખાતાધારકોને મોટી ભેટ આપી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે 2022-23 માટે 8.15 ટકા વ્યાજ દરને મંજૂરી આપી છે. આ વધેલા વ્યાજ દરથી 6 કરોડથી વધુ ખાતાધારકોને ફાયદો થશે. આ નિર્ણય બાદ તેને નાણા મંત્રાલયને મોકલવામાં આવશે. સરકારની મંજૂરી મળ્યા બાદ વર્ષ 2022-23 માટે વધેલા વ્યાજ દરના નાણાં ખાતાઓમાં જમા થશે.
ગયા વર્ષે EPF પર વ્યાજ દર 8.10 ટકા હતો. હવે આ વધારીને 8.15 ટકા કરવામાં આવ્યો છે. નાણા મંત્રાલય દ્વારા નવા વ્યાજ દરોને મંજૂરી મળતા વર્ષ 2022-23 માટે વ્યાજ દેશભરના કરોડો EPF સબસ્ક્રાઇબર્સના ખાતામાં ટ્રાન્સફર કરાશે. અહીં તમને જણાવી દઈએ કે, સરકારની મંજૂરી મળ્યા બાદ જ EPFO પોતાના સબસ્ક્રાઈબર્સના ખાતામાં વ્યાજ જમા કરે છે.
બીજી તરફ, 2021-22 માટે વ્યાજના નાણાં સરકાર દ્વારા પીએફ ખાતાધારકોના ખાતામાં જમા કરવામાં આવ્યા છે. ખાતેદારોને 8.10 ટકાના દરે વ્યાજ આપવામાં આવ્યું છે. કર્મચારીઓ EPFO વેબસાઇટ અથવા UMANG એપ પર તેમના ખાતામાં જમા થયેલી રકમની તપાસ કરી શકે છે. ખાતાધારકો તેમના UAN દાખલ કરીને તેમની પાસબુક તપાસી શકે છે. કેટલાક ખાતાધારકોને સરકારના આ વધેલા વ્યાજ દરોનો વધુ લાભ મળશે. આ ખાતાધારકોમાં સ્વૈચ્છિક ભવિષ્ય નિધિ ખાતા ધારકો અને EPF ટ્રસ્ટ ખાતા ધારકોનો સમાવેશ થાય છે.
સ્વૈચ્છિક ભવિષ્ય નિધિ એકાઉન્ટને સરકાર દ્વારા PFના વ્યાજ દરોમાં વધારો કરવાનો સૌથી વધુ લાભ મળશે. જો કે સ્વૈચ્છિક ભવિષ્ય નિધિ અને સામાન્ય પીએફ ખાતા ધારકોને સમાન વ્યાજ મળે છે. સ્વૈચ્છિક ભવિષ્ય નિધિ ધારકોને અન્ય ઘણા લાભો મળે છે. જ્યારે કોઈ કર્મચારી PFના 12 ટકાથી વધુ રકમ PFમાં જમા કરે છે ત્યારે તે PFને સ્વૈચ્છિક ભવિષ્ય નિધિ કહેવામાં આવે છે.
તે આ પૈસા સીધા સ્વૈચ્છિક ભવિષ્ય નિધિમાં મૂકે છે. જો કર્મચારી ઈચ્છે તો તેના બેઝિક સેલરીના 100 ટકા પણ અહીં જમા કરાવી શકે છે. આ સાથે કર્મચારીને VPFમાં જમા કરાયેલા પૈસા પર વ્યાજ મળે છે. VPF માં રોકાણ આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80C હેઠળ કરમુક્ત છે.
PF પર વધેલા વ્યાજનો સૌથી વધુ લાભ એવા કર્મચારીઓને આપવામાં આવશે જેમના EPF એકાઉન્ટ ટ્રસ્ટ દ્વારા ખોલવામાં આવ્યા છે. કેટલીક કંપનીઓ કર્મચારીઓના યોગદાનનું સંચાલન કરવા માટે પોતાનું પીએફ ટ્રસ્ટ એકાઉન્ટ બનાવે છે. આમ કરવા સક્ષમ આ કંપનીઓને EPFO તરફથી વિશેષ છૂટ મળે છે. હાલ આવા લગભગ 3 હજાર ખાનગી પીએફ ટ્રસ્ટ છે.
આ પીએફ ખાતાઓમાં કંપનીના 12 ટકા યોગદાનમાંથી 3.67 ટકા કર્મચારીના પીએફ ખાતામાં જાય છે અને બાકીના 8.33 ટકા કર્મચારીઓની પેન્શન યોજનામાં જાય છે. જ્યારે સામાન્ય EPF સભ્યો 1.1 ટકા એડમિનિસ્ટ્રેશન ચાર્જ ચૂકવે છે. PF ટ્રસ્ટના સભ્યો સુપરવિઝન ચાર્જ તરીકે માત્ર 0.18 ટકા આપે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
