કોણ હશે બે નવા ચૂંટણી કમિશનર? નેતા વિપક્ષ અધીર રંજન ચૌધરીએ નામનો ખુલાસો કર્યો
લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી કમિશનર અરૂણ ગોયલના રાજીનામાએ મોટા વિવાદ પેદા કર્યા છે. આ વિવાદ વચ્ચે બન્ને નવા ચૂંટણી કમિશનરના નામ સામે આવ્યા છે.
અરૂણ ગોયલના રાજીનામાં બાદ વિપક્ષો મોદી સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યા છે. આ સ્થિતી વચ્ચે નેતા વિપક્ષ અધીર રંજન ચૌધરીએ નવા ચૂંટણી કમિશનરના નામનો ખુલાસો કર્યો છે.

પીએમ મોદી અને કાયદા મંત્રી અર્જુન મેઘવાલ સાથે બેઠક બાદ કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે નવા ચૂંટણી કમિશનરો માટે જ્ઞાનેશ કુમાર અને વી સંધુના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે.
ચૂંટણી કમિશનર અરુણ ગોયલે તેમના પદ પરથી અચાનક રાજીનામું આપ્યા પછી લોકસભા ચૂંટણીની તમામ તૈયારીઓની જવાબદારી ફક્ત મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના ખભા પર આવી ગઈ હતી.
આવી સ્થિતિમાં નવા ચૂંટણી કમિશનરની નિમણૂકને લઈને પીએમ મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
પેનલના સભ્ય અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, સમિતિ સમક્ષ છ નામો મૂકવામાં આવ્યા હતા, જેમાંથી આ બે નામો પર સર્વસંમતિ સધાઈ છે. અધીર રંજન ચૌધરી ચૂંટણી કમિશનરની પસંદગી સંબંધિત સમિતિનો ભાગ છે.
બેઠક બાદ ચૌધરીએ જણાવ્યું હતું કે સમિતિ સમક્ષ છ નામો મૂકવામાં આવ્યા, જેમાંથી આ બે નામોને મંજૂરી આપવામાં આવી હતી.
ચૂંટણી કમિશનરની પસંદગી માટે મળેલી પસંદગી સમિતિની બેઠક બાદ લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે, આ સમિતિમાં સરકાર પાસે બહુમતી છે. કેરળના જ્ઞાનેશ કુમાર અને પંજાબના સુખબીર સંધુને ચૂંટણી કમિશનર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
જે બે નામ ફાઈનલ થયા છે તેમાંથી સુખબીર સંધુ ઉત્તરાખંડના મુખ્ય સચિવ અને NHAIના અધ્યક્ષ રહી ચૂક્યા છે. જ્ઞાનેશ કુમાર કેરળ કેડરના 1988 બેચના IAS અધિકારી છે. તેમને ગૃહ મંત્રાલયમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ સહકાર મંત્રાલયમાં સચિવ પદેથી નિવૃત્ત થયા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
