બંગાળમાં કોણ બનશે મુખ્યમંત્રી? અમિત શાહ આજે લેશે નિર્ણય, કોણ-કોણ છે રેસમાં?

પશ્ચિમ બંગાળના આગામી મુખ્યમંત્રી કોણ હશે તેનો સસ્પેન્સ આજે સમાપ્ત થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ભાજપની ધારાસભ્ય દળની મહત્વપૂર્ણ બેઠક આજે યોજાશે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ભાજપ 9 મેના રોજ નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજી શકે છે. આ બેઠક માટે અમિત શાહને કેન્દ્રીય નિરીક્ષક, જ્યારે ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીને સહ-નિરીક્ષક બનાવાયા છે. આ બેઠકમાં જ ધારાસભ્ય દળના નેતાની પસંદગી થશે, જે રાજ્યના આગામી મુખ્યમંત્રી બનશે.

મુખ્યમંત્રી પદની રેસમાં સુવેન્દુ અધિકારી મોખરે છે, જેમણે ભવાનીપુરમાં મમતા બેનર્જીને હરાવી નંદીગ્રામ બેઠક જીતી હતી. જોકે, તેઓ આ રેસમાં એકમાત્ર ઉમેદવાર નથી.

સુવેન્દુ અધિકારી ઉપરાંત, દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પોલ, રૂપા ગાંગુલી, નિશીથ પ્રમાણિક, અર્જુન સિંહ, ગૌરી શંકર ઘોષ, શ્રુતિ શેખર ગોસ્વામી, કૌસ્તવ બાગચી, દીપક બર્મન, સજલ ઘોષ, ઈન્દ્રનીલ ખાન અને જોએલ મુર્મુ જેવા ચર્ચિત ચહેરાઓ પણ મુખ્યમંત્રી પદની કતારમાં છે. આ તમામ બંગાળ ભાજપના જાણીતા ચહેરા છે; જો તેઓ મુખ્યમંત્રી ન બને તો કેબિનેટમાં સ્થાન મળી શકે છે.

ભાજપ રાજ્યમાં નાયબ મુખ્યમંત્રી પણ બનાવી શકે છે. પ્રાદેશિક સંતુલન જાળવવા ઉત્તર અને દક્ષિણ બંગાળમાંથી એક-એક નાયબ મુખ્યમંત્રીની પસંદગી સંભવિત છે.

શપથ ગ્રહણ સમારોહ કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં ભવ્યતાપૂર્વક યોજાશે, જેમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે.

ઉલ્લેખનીય છે કે, ભાજપે બંગાળની 293માંથી 207 વિધાનસભા બેઠકો જીતી ઇતિહાસ રચ્યો છે. આ ભવ્ય વિજયે રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના 15 વર્ષના શાસનનો અંત લાવ્યો.

ચૂંટણી પરિણામો બાદ મમતા બેનર્જીએ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો. જોકે, ગુરુવારે સાંજે બંગાળના રાજ્યપાલ આર.એન. રવિના નિર્દેશથી પશ્ચિમ બંગાળ વિધાનસભા તાત્કાલિક અસરથી ભંગ કરાઈ. આ પગલાંથી તેમની પંદર વર્ષ જૂની સરકાર બંધારણીય રીતે સમાપ્ત થઈ. રાજ્યપાલે બંધારણના અનુચ્છેદ 174(2)(b) હેઠળ આ પગલું ભર્યું, જે નવી સરકાર બનવાનો માર્ગ મોકળો કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X