કોણ છે એ પોલીસ અધિકારી જેમણે પોતાના હાથથી રોક્યો ધારદાર હથિયારનો હુમલો, હાથમાં આવ્યા 7 ટાંકા
પોલીસની નોકરીના વ્યવસાયમાં પોલીસકર્મીઓ ઘણીવાર કોઈને કોઈ વિવાદમાં ઘેરાયેલા જોવા મળે છે. પરંતુ આ તમામ વિવાદો વચ્ચે કેટલાક એવા પોલીસકર્મીઓ છે જે બહાદુરીથી બદમાશો અને ગુનેગારોનો સામનો કરે છે. આવો જ એક કિસ્સો કેરળમાં સામે આવ્
પોલીસની નોકરીના વ્યવસાયમાં પોલીસકર્મીઓ ઘણીવાર કોઈને કોઈ વિવાદમાં ઘેરાયેલા જોવા મળે છે. પરંતુ આ તમામ વિવાદો વચ્ચે કેટલાક એવા પોલીસકર્મીઓ છે જે બહાદુરીથી બદમાશો અને ગુનેગારોનો સામનો કરે છે. આવો જ એક કિસ્સો કેરળમાં સામે આવ્યો છે. અહીં પોલીસ અધિકારીએ જે બહાદુરીથી ગુનેગારનો સામનો કર્યો અને તેને પકડી પાડ્યો તેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

સબ ઈન્સ્પેક્ટરની બહાદુરીના થઇ રહ્યાં છે વખાણ
વીડિયોમાં જોઈ શકાય છે કે SHO અરુણ કુમાર પર એક ગુનેગાર ધારદાર હથિયાર વડે હુમલો કરે છે, પરંતુ SHO અરુણ કુમાર આ હુમલાથી ગભરાતા નથી પરંતુ તેનો મુકાબલો કરે છે. આ વાયરલ વીડિયો IPS ઓફિસર સ્વાતિ લાકરાએ ટ્વિટર પર શેર કર્યો છે, જે ઘણો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેણે લખ્યું છે કે અસલી હીરો આવો દેખાય છે. કેરળના આ સબ ઈન્સ્પેક્ટરને સલામ. રિપોર્ટ અનુસાર, આ વીડિયો 12 જૂનના અલપ્પુઝા નૂરનાદ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અરુણ કુમારનો છે.

7 ટાંકા આવ્યા
અરુણ કુમારે પોતે આ પરાક્રમ વિશે પોતાનો અનુભવ શેર કર્યો છે. અરુણ કુમારે કહ્યું કે મેં ગુનેગારને પકડી લીધો અને તેની પાસેથી હથિયાર જપ્ત કર્યું, ત્યારબાદ તેને પોલીસ સ્ટેશન લઈ આવ્યો. તેને રિમાન્ડ પર રાખવામાં આવ્યો છે. મારા પર થયેલા હુમલાને કારણે મારા જમણા હાથમાં ગંભીર ઈજા થઈ હતી, મને 7 ટાંકા લેવા પડ્યા હતા. ડીજીપીએ મારી બહાદુરીની પ્રશંસા કરી. મેં જે રીતે સમયસર આ કાર્યવાહી કરી તેની તેમણે પ્રશંસા કરી છે.
|
મારી ગાડી રોકીને કર્યો હુમલો
અરુણ કુમારે જણાવ્યું કે 12 જૂનના રોજ આરોપીએ મારી કાર રોકી અને મારા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, તેણે મારા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો, મેં તેની સામે કોઈ ઉશ્કેરણીજનક પગલાં લીધા નહીં, તેમ છતાં તેણે મારા પર હુમલો કર્યો. હું પેટ્રોલીંગ ડ્યુટી પર હતો ત્યારે આરોપીઓએ મારા પર હુમલો કર્યો. જો કે, આરોપી વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
