Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કોણ છે એ મહંત જેમણે મુસ્લિમ મહિલાઓના રેપ અને અપહરણની ખુલ્લેઆમ આપી ધમકી

ઉત્તર પ્રદેશના સીતાપુરમાં એક મહંતે પોલિસની હાજરીમાં મસ્જિદ સામે મુસ્લિમ મહિલાઓના અપહરણ કરવા અને તેમના રેપ કરાની ધમકી આપી દીધી. જાણો તેમના વિશે.

સીતાપુરઃ ઉત્તર પ્રદેશના સીતાપુરમાં એક મહંતે પોલિસની હાજરીમાં મસ્જિદ સામે મુસ્લિમ મહિલાઓના અપહરણ કરવા અને તેમના રેપ કરાની ધમકી આપી દીધી. મહંતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ હોબાળો મચી ગયો. જો કે, મહંતનુ કહેવુ છે કે તેમના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યુ છે. મહંતનુ કહેવુ છે કે વીડિયો વાયરલ થયા બાદ તેમને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. આ મામલે સીતાપુર પોલિસનુ કહેવુ છે કે પોલિસ સ્ટેશન ખૈરાબાદ પર તેમની સામે સમુચિત કલમોમાં કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે. પુરાવાના આદારે આગળવી કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. આવો, જાણીએ કોણ છે સીતાપુરના મહંત જેમના વીડિયોએ યુપીમાં નવો બખેડો ઉભો કરી દીધો છે.

સીતાપુરના મહંત બજરંગ મુનિ દાસનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ

સીતાપુરના મહંત બજરંગ મુનિ દાસનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ

જે મહંતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તે ખૈરાબાદ કસબાના મહર્ષિ શ્રી લક્ષ્મણ દાસ ઉદાસીન આશ્રમનના મહંત બજરંગ મુનિદાસ જણાવવામાં આવી રહ્યા છે. માહિતી મુજબ નવરાત્રિ અને હિંદુ નવવર્ષના અવસર પર આ જુલૂસ કાઢવામાં આવ્યુ હતુ. જેવુ આ જુલૂસ મસ્જિદ પાસે પહોંચ્યુ તો મહંતે લાઉડ સ્પીકરથી ભાષણ આપવાનુ શરુ કરી દીધુ.

વિશેષ સમાજની મહિલાઓને આપી ધમકી

વિશેષ સમાજની મહિલાઓને આપી ધમકી

વીડિયોમાં મહંત બજરંગ મુનિ કહે છે, 'હું તમને પૂરા પ્રેમથી કહી રહ્યો છુ કે જો ખૈરાબાદમાં એક પણ હિંદુ છોકરીને છેડવામાં આવી તો હું તમારી વહુ-દીકરીઓને તમારા ઘરની બહાર લાવીશ અને પછી તેના પર બળાત્કાર કરીશ.' મહંતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. આ મામલે પોલિસનુ કહેવુ છે કે તપાસ ચાલુ છે. પુરાવા અને તથ્યોના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

મહંતે સફાઈમાં શું કહ્યુ?

મહંતે સફાઈમાં શું કહ્યુ?

મહંત બજરંગ મુનિદાસનો એક વીડિયો સામે આવ્યા બાદ હવે મહંતે કહ્યુ કે તેમને મુસ્લિમો દ્વારા જાનથી મારવાની ધમકી મળી રહી છે. મહંતનુ કહેવુ છે કે તેમના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે પોલિસ પહેલા જ ધમકીઓના કારણે સુરક્ષા પૂરી પાડી ચૂકી છે. મહંતની સુરક્ષા માટે તેમની પાસે બે પોલિસ ગાર્ડ પણ તૈનાત રહે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X