Who is Priya Saroj : કોણ છે પ્રિયા સરોજ? જેની સાથે ક્રિકેટર રિંકુ સિંહે સગાઈ કરી
Rinku Singh Engagement : ભારતીય સ્ટાર ક્રિકેટર રિંકુ સિંહે સગાઈ કરીને તમામ લોકોને ચૌકાવી દીધા છે. રિંકુ સિંહની થનારી પત્ની પ્રિયા સરોજ વિશે લોકો સતત ઈન્ટરનેટ પર સર્ચ કરી રહ્યાં છે.
રિંકુ સિંહ અને પ્રિયા સરોજની સગાઈના સમાચારો વહેતા થયા છે પરંતુ આ મુદ્દે બન્ને તરફથી કોઈ સમાચાર આવ્યા નથી. સમાચારો પર વિશ્વાસ કરીએ તો બન્ને જલ્દી લગ્ન કરી શકે છે.

જો કે રિંકુ સિંહ અને પ્રિયા સરોજની સગાઈના સમાચાર પર પ્રિયાના પિતાએ પ્રતિક્રિયા આપી છે. તેમના પિતા તૂફાની સરોજે મીડિયા સામે આ સમાચારને ખોટા ગણાવ્યા છે. રિંકુના પિતાએ જણાવ્યું કે સંબંધનો પ્રસ્તાવ આવ્યો હતો. જો કે, સગાઈના સમાચાર સાચા નથી.
જણાવી દઈએ કે, પ્રિયા સરોજ સમાજવાદી પાર્ટીના સાંસદ છે અને સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશની મછલીશહર લોકસભા બેઠક પરથી ટિકિટ આપી હતી. તે ત્રણ વખત સાંસદ અને વર્તમાન ધારાસભ્ય તૂફાની સરોજની પુત્રી છે. પ્રિયા સરોજે 2024 લોકસભા ચૂંટણીમાં તેમણે ભાજપના બીપી સરોજને 35 હજારથી વધુ મતોના માર્જિનથી હરાવીને પહેલી લોકસભા ચૂંટણી જીતી હતી.
આ જીત બાદ સંસદના નીચલા ગૃહમાં પ્રિયા સરોજ ચૂંટાયેલા બીજા સૌથી યુવા સાંસદ બની. તૂફાની સરોજ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતાઓમાંના એક છે અને એટલે જ અખિલેશ યાદવે પ્રિયા સરોજને ટિકિટ આપી હતી.
સમાજવાદી પાર્ટીના સાંસદ હોવા ઉપરાંત પ્રિયા સરોજ એક વકીલ છે અને સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે. પ્રિયા સરોજ કોલેજ અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહી છે. પ્રિયાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી બીએ અને નોઈડાની એમિટી યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી મેળવી છે.
ચૂંટણી દરમિયાન પ્રિયાએ પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા એક વીડિયો વાયરલ કર્યો હતો. પ્રિયા વીડિયોમાં કહે છે કે, લોકો રોજગારની ગેરંટી અને મોંઘવારી ઘટાડવા માંગે છે પરંતુ આ ફક્ત નારા લગાવનારાઓની સરકાર છે, જે ફક્ત જૂઠું બોલવાનું જાણે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
