કોણ છે હજારો મહિલા સાથે રેપ કરનારો પ્રજ્વલ રેવન્ના? કેમ નરેન્દ્ર મોદી બળાત્કારી માટે પ્રચાર કરતા જોવા મળ્યા?
જેડીએસના હાસન સીટના ઉમેદવાર પ્રજ્વલ રેવન્નાના સેક્સ વીડિયોએ કર્ણાટકની રાજનીતિમાં ભુંચાલ સર્જ્યો છે. વીડિયો વાયરલ થતા જ પ્રજ્વલ રેવન્ના દેશ છોડીને ભાગી ગયો છે.
લોકસભા ચૂંટણી વચ્ચે કર્ણાટકની હાસન બેઠક પરથી JDS ઉમેદવાર પ્રજ્વલ રેવન્નાના અશ્લીલ વીડિયોએ રાજકીય ખળભળાટ મચાવી દીધો છે.

પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર, પૂર્વ સીએમ એચડી કુમારસ્વામીના ભત્રીજા અને જેડીએસ સાંસદ પ્રજ્વલ રેવન્ના અશ્લીલ વીડિયો વાયરલ થયા બાદ જર્મની ભાગી ગયો છે.
આ દરમિયાન જેડીએસે એક મોટો નિર્ણય લીધો છે અને પ્રજ્વલ રેવન્નાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધો છે. જો કે કથિત વીડિયોને લઈને રેવન્નાએ દાવો કર્યો છે કે તેને એડિટ કરવામાં આવ્યો છે અને ઈમેજને ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પૂર્વ પીએમ એચડી દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્ના આ વખતે ભાજપ-જેડીએસ ગઠબંધન સાથે હાસન બેઠક પરથી ચૂંટણી લડી રહ્યો છે. જો કે 26 એપ્રિલે તેની સીટ પર મતદાન પહેલા 200 થી વધુ અશ્લીલ વીડિયો સામે આવ્યા, જેના સંદર્ભમાં વિવિધ મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે તે વીડિયો ખુદ પ્રજ્વલ દ્વારા શૂટ કરવામાં આવ્યા છે.
જેડીએસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહેલી બીજેપી આ વીડિયો સ્કેન્ડલ સામે આવ્યા બાદ ઉભા થયેલા વિવાદથી દૂર રહી છે. અહીં કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારે આ સમગ્ર મામલાની તપાસ SITને સોંપી દીધી છે.
કર્ણાટકમાં જેડીએસ માટે મુશ્કેલી ઊભી કરનાર પ્રજ્વલ રેવન્ના ગૌડા પરિવારની ત્રીજી પેઢીના સભ્ય છે. 33 વર્ષીય પ્રજ્વલ હાસન સીટ પરથી વર્તમાન સાંસદ અને સીટ પરથી ઉમેદવાર છે. પ્રજ્વલના પિતા એચડી રેવન્ના છે, જે કર્ણાટકના પૂર્વ PWD મંત્રી છે. તેમના કાકા પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમાસ્વામી છે.
એચડી રેવન્ના પૂર્વ પીએમ અને જેડીએસ સુપ્રીમો એચડી દેવગૌડાના પુત્ર છે. પ્રજ્વલે 2014માં બેંગ્લોર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં B.Tech કર્યું હતું. તે પછી તે રાજકારણમાં સક્રિય થયો.
નવેમ્બર 2019 માં જ્યારે પ્રજ્વલ માત્ર 29 વર્ષનો હતો ત્યારે તેને JDS ના રાજ્ય મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો. 2019માં પ્રજ્વલ રેવન્ના હાસન સીટ પરથી જીતીને સંસદમાં પહોંચ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
