Who is Pankaj Chaudhary: 7 વાર જીત્યા, પીએમ મોદીના વિશ્વાસુ, જાણો કોણ છે પંકજ ચૌધરી?
Who is Pankaj Chaudhary: મોદી સરકાર 3.0 માટે નરેન્દ્ર મોદી રવિવારે સાંજે વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે. આની સાથે જ કેટલાય સંસદ તેમની કેબિનેટમાં સામેલ થશે. મહરાજગંજના સાંસદ પંકજ ચૌધરીના નામની ચર્ચા જોર પર છે કે તેમને આ વખતે પણ મંત્રાલયમાં સામેલ કરવામાં આવશે. આવો એક નજર નાખીએ પંકજ ચૌધરીની અત્યાર સુધીની સફર પર.

સાતવી વાર સાંસદ બન્યા પંકજ ચૌધરી
લોકસભા ચૂંટણી 2024માં ભાજપના ઉમેદવાર પંકજ ચૌધરીએ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર વીરેન્દ્ર ચૌધરીને હરાવી મહરાજગંજ લોકસભા સીટથી સૌથી વધુ સાંસદ બની રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે. પંકજ ચૌધરીએ આ સીટ સાતમી વખત જીતી છે.
મોદી વિશ્વાસુ છે
સાંસદ પંકજ ચૌધરી કુર્મી બિરાદરીના મોટા નેતા માનવામાં આવે છે. 7 વખત લોકસભા ચૂંટણી જીતનાર પંકજ ચૌધરી નરેન્દ્ર મોદીના વિશ્વાસપાત્ર છે. પીએમ મોદી પોતાના ગોરખપુર પ્રવાસ દરમિયાન તેમના નિવાસ સ્થાને પણ ગયા હતા.
દેશના કેન્દ્રીય નાણામંત્રી પણ બન્યા હતા
પીએમ મોદીના વિશ્વાસુ એવા પંકજ ચૌધરી જ્યારે 2019માં ચૂંટણી જીત્યા ત્યારે તેમને દેશના કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા. આ વખતે પણ કોઈ મહત્વપૂર્ણ વિભાગ મળી શકે છે.
રાજનૈતિક સફર
પંકજ ચૌધરીએ પોતાના રાજનૈતિક કરિયરની શરૂઆત 1990માં ગોરખપુર નગર નિગમની ચૂંટણીથી કરી હતી. તેઓ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે. વર્ષ 1991માં તેમણે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર મહારાજગંજથી લોકસભા ચૂંટણી લડી અને જીત્યા પણ ખરા. જે બાદ તેમણે ત્રણ ચૂંટણી જીતી. પરંતુ 1999માં પંકજ ચૌધરીએ હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. 2004માં પંકજ ચૌધરીએ ફરી એકવાર ભાજપનો પરચમ લહેરાવ્યો હતો. 2014 અને 2019ની ચૂંટણી પણ પંકજ ચૌધરીએ જીતી. આ વખતે ફરીથી જીત નોંધાવી છે. ગોરખપુરમાં 20 નવેમ્બર 1964ના રોજ જન્મનાર પંકજ ચૌધરીએ ગૌરખપુર વિશ્વવિદ્યાલયથી ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો હતો. પંકજ ચૌધરીની પત્નીનું નામ ભાગ્યશ્રી છે. તેમને રોહન ચૌધરી નામનો એક દીકરો અને અન્ય એક દીકરી પણ છે.












Click it and Unblock the Notifications
